ભાસ્કર વિશેષ:બોડેલી, નસવાડીમાં વરસાદથી થયેલ નુકસાનનું નિરીક્ષણ કરાયું

નસવાડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીની ટીમ દ્વારા રાજ્યના સુરત, તાપી, નર્મદા, વડોદરા જિલ્લામાં સર્વે કરાયો

છોટાઉદેપુર જિલ્લામા ભારે વરસાદ બાદ ખેતી તેમજ મકાન અન્ય નુકશાન થયેલ હોય જેનું સર્વે કેન્દ્રની ટીમ દ્વારા કરાયું હતું. રાજ્યના અન્ય જિલ્લામા પણ આ ટીમો સર્વે કરશે. છોટાઉદેપુર જિલ્લામા ભારે વરસાદ બાદ જિલ્લાના 6 તાલુકામા અંદાજીત 50 હેકટરથી વધુ જમીનમા ખેતી નુકશાન તેમજ અન્ય પશુ મૃત્યુ અને મકાન નુકશાનને લગતું સર્વે કેન્દ્રની લાઈન ડિપાર્ટમેન્ટ ટીમનું સર્વે કરવા દિલ્હીથી ખેતી તેમજ અન્ય વિભાગના અધિકારીઓઓ આવ્યા હતા.

બોડેલી, નસવાડી તાલુકાના ખેડૂતોના ખેતરમાં આ ટીમો પગપાળા ફરીને સર્વે કરવા પહોંચી હતી. જેમાં દિલ્હી જળ સંસાધન, ખેતી, વિજ તેમજ અન્ય વિભાગની ઉચ્ચ અધિકારીઓ આ સર્વે તેમજ તેનું નુકશાન કેવું છે તેનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ ખેડૂતો તેમજ મકાન માલીકોને પૂછપરછ કરી હતી.છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ આ ટીમ સાથે જેતે ગામડામા પહોંચ્યા હતા. આ ટીમ દિલ્હી જઈ સરકારને રિપોર્ટ કરશે. ત્યારબાદ સરકાર સહાય જાહેર કરશે તેમ જણાવ્યુ છે. સર્વેની ટીમો ખેડૂતોને સહાય હવે મળશેની આશા જાગી છે.

બે ટીમો ગુજરાતમા સર્વે કરે છે
દિલ્હીથી બે ટીમો ગુજરાત મા આવી છે.જેમાં અલગ અલગ વિભાગ ના અધિકારીઓ ખેતર મકાન તેમજ અન્ય જગ્યાએ સર્વે કરી નિરીક્ષણ કરી રહ્યા છે.દિલ્હી જઈ અમે રિપોર્ટ કરીશું પછી સરકાર સહાય જાહેર કરશે. > સુભાસ ચંદ્રભાઈ, ખેતી સર્વે અધિકારી, દિલ્હી ટીમ

50 હજાર હેકટરમાં ખેતી તેમજ અન્ય નુકશાન છે
જિલ્લામા ભારે વરસાદથી જે નુકશાન થયું છે એનું સર્વે પૂરું કર્યું છે. બોડેલી, નસવાડી તાલુકામા દિલ્હીની ટીમ સાથે અમે આવ્યા હતા. તેઓએ બધું નિરીક્ષણ કર્યું છે. > કૃણાલભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, છોટાઉદેપુર

અન્ય સમાચારો પણ છે...