આવેદન:50 લાખની LED લાઈટો આડેધડ લગાવી દેવાતાં રોષ

નસવાડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી તાલુકામાં આડેઘડ LED લાઈટો લગાવાઈ હોવાનો અક્ષેપ
  • ​​​​​તાલુકા સભ્યોનું ભ્રષ્ટાચાર બંધ કરોના સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન
  • વીજપોલની જગ્યાએ વૃક્ષ પર, ખાનગી મકાન ઉપર LED લાઈટો લગાવી દેવાઈ

નસવાડી તાલુકાના ગામડાઓમા આડેધડ એલઈડી લાઈટો જિલ્લા, તાલુકા સદસ્યોને વિશ્વાસમા લીધા વગર લગાવી દેતા તાલુકા સભ્યોએ ભ્રષ્ટાચાર બંધ કરોના સુત્રોચાર સાથે નસવાડી મામલતદાર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

નસવાડી તાલુકા પંચાયત હેઠળ 15મા નાણાં પંચની તાલુકા કક્ષાની વર્ષ 2020 / 21 ગ્રાન્ટમાંથી ગામડાઓમાં એલઈડી લાઈટો લગાવવાના તેમજ સ્વચ્છતાની કીટ અને ડસ્ટબીન કામ હાથ પર લેવાયા હતા. જે કામો જિલ્લા તાલુકા સદસ્યોએ સૂચનો કરેલ હતું. આ કામો કોઈ એજન્સીને આપેલ હોઇ અને એલઈડી લગાવાની કામગીરી જે એજન્સીને અપાઈ હોય તે એજન્સી કોણ કઈ રીતે કામ બાબતે કોઈ જવાબ મળતો ન હોય. જેને લઈ જિલ્લા તાલુકા સદસ્યોએ નસવાડી તાલુકા પંચાયતના અધિકારીઓને પૂછપરછ કરી રજુઆત કરી હોવા છતાંય કોઈ જવાબ મળતો ન હતો.

જેથી નસવાડી તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સદસ્યોએ નસવાડી મામલતદારને 50 લાખથી વધુ રકમની ગામડાઓમાં આડેધડ લગાડવામા આવતી એલઈડી લાઈટોના કામમા ભ્રષ્ટાચારની તપાસ તેમજ ન્યાયની માગ સાથે આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી છે. જેમાં નિયમ મુજબ વિજપોલ પર એલઈડી લાઈટો લગાવાની હોય છે. જેની જગ્યાએ વૃક્ષ પર તેમજ ખાનગી મકાન ઉપર એલઈડી લાઈટો ગ્રામ પંચાયતના સદસ્યોને પૂછ્યા વગર ગામડાઓમા લગાવી દેતા રોષ ઉઠ્યો છે.

રાષ્ટ્રપતિ આદિવાસી બને પણ અમારું કામ ધ્યાન પર ન લેવાય તો શું કામનું?
એલઈડી લાઈટો હલકી ગુણવત્તાની છે. ઝાડ પર લાઈટો લગાવી છે. વિજપોલ પર નથી લગાવી. અમારું સુચવેલું કામ બરોબર એજન્સી આવી કરી જાય અમને ખબર ન સરપંચને, તો એનો શુ મતલબ. એજન્સીને ડસ્ટબીન, સ્વચ્છતાની કીટ અને એલઈડી લાઈટો લગાવાનું કામ અપાયું છે. જેની કોઈને ખબર નથી. તાલુકાના સભ્યો આવેદનપત્ર આપી તપાસની માગ કરી છે. રાષ્ટ્રપતિ આદિવાસી બને પણ અમારું કામ ધ્યાન પર ન લેવાય. > હરિદાસભાઈ ભીલ, તાલુકા સદસ્ય, તાલુકા પંચાયત, નસવાડી

અન્ય સમાચારો પણ છે...