ભાસ્કર વિશેષ:ગોધામના રોડ પર રોલિંગ ન કરાતાં લોકોમાં રોષ, નવીન રોડ બન્યે હજુ 6 માસ થયા નથી અને ખાડા પડ્યા

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલીય રજૂઆતો અને દુઃખ ભોગવ્યા બાદ રોડ બન્યો છતાં કામમાં વેઠ ઉતારાઇ

નસવાડીથી દેવલીયા જતો ડામર રોડ નેશનલ હાઇવે નંબર 56 છે. રોડમાં આવતા ગોધામથી દેવલીયા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જતો રોડ નવીન બન્યો છે. ગત ચોમાસામાં આ રોડના 5 કિલોમીટરનું અંતર કાપતા 15 મિનિટ થતી હતી તેવો આ રોડ બન્યો હતો. કેટલીય રજૂઆત કરવામાં આવી અને કેટલુંય દુઃખ ગ્રામજનોએ ભોગવ્યા બાદ આ નવીન ડામર રોડ બન્યો છે. જેના પર 6 મહિનાના સમયગાળામાં જ આ નવીન બનેલા રસ્તા ખાડા પડી ગયા છે. છોટાઉદેપુર અને નર્મદા બે જિલ્લાની હદને જોડતો આ નવીન રોડ બન્યાને છ માસ પણ થયા નથી. અને ગોધામથી દેવલીયા વચ્ચે અનેક જગ્યા એ મસમોટા ખાડા રોડ પર પડ્યા છે.

જે ખાડા પહેલાં નાના હતા પરંતુ હાલ મોટા થયા બાદ રોડ વિભાગ તેને જે તે કામગીરી કરનાર એજન્સી પાસે પુરાવી રહી છે. રોડના ખાડાનું પેચ વર્ક કરવા આવેલ એજન્સીના માણસો જોડે શીરા ગામના લોકોની ચકમક થઈ હતી. જેમાં ખાડા પર વ્યવસ્થિત પેચ વર્ક ન કર્યા અને ઉપર રોલર મારવાનું હોય તે પણ ન માર્યું. જે બાબતે ગ્રામજનોએ એજન્સીના માણસોને ફરિયાદ કરતાં તેઓ જતા રહ્યા હતા. અને આ રીતે જ કામગીરી થશે તેમ જણાવ્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જતો નેશનલ હાઈવે હાલમાં બન્યો અને મસમોટા ખાડા પડ્યા અને તેનું કામ પણ બરાબર ન કરાતાં સ્થાનિકોમાં રોષ ઉઠ્યો છે.

નવો રોડ 6 મહિના પહેલાં જ તૂટી ગયો
બહુ દુઃખ ભોગવ્યું તો નવીન રોડ બન્યો પણ 6 મહિના નથી થયા અને તૂટી ગયો. ખાડા પૂરવા રોલર ન માર્યું તો માલ ફિટ કઈ રીતે થાય. ઉપટ જાપટ કામ કરવાનો શું મતલબ. અધિકારીઓ જોવા પણ આવતા નથી. નેશનલ હાઇવે રોડ છે. આવા કામ કરવાનો મેં વીડિયો બનાવ્યો છે. આની અમે ઉપર રજૂઆત કરીશું. - દિલીપભાઈ પ્રજાપતિ, ગ્રામજન, શીરા

અન્ય સમાચારો પણ છે...