તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:SOUના માર્ગ પર PVC બમ્પના ખીલા ઉપર આવ્યાં : પંક્ચરનો ભય, વાહન ચાલકોને પસાર થવામાં હાલાકી પડી રહી છે

નસવાડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પહાડ ગામ પાસે રોડ પર પીવીસી બમ્પ મૂક્યાં છે. તે અને પીવીસી બ્લોકના ખીલા બહાર દેખાય છે તેની . - Divya Bhaskar
પહાડ ગામ પાસે રોડ પર પીવીસી બમ્પ મૂક્યાં છે. તે અને પીવીસી બ્લોકના ખીલા બહાર દેખાય છે તેની .
  • અશ્વિન નદીના પુલ પહેલાના પીવીસી બમ્પના ખીલા ટાયરમાં ઘૂસી જાય તેવા બહાર દેખાય છે જ્યારે બીજા ખીલા નીકળી ગયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફનો મુખ્ય રોડ આમ તો સારો છે. પરંતુ વાહનોના અકસ્માત ન સર્જાય તે માટે પહાડ ગામ પાસે આવેલ અશ્વિન નદીના પુલ પહેલા પુલની બન્ને બાજુ પીવીસી બમ્પ મુકવામાં આવ્યા છે. જે બમ્પ પીવીસીના જે બ્લોક હોય છે. તેને લોંખડના જસ્તી ખીલાથી ડામર રોડ પર ઠોકવામાં આવ્યા છે. જેને લઈ સ્પીડ બ્રેકરનો પીવીસી બમ્પ ડામર રોડ પર ટકી રહે. પરંતુ મોટા વાહનોની અવર જવર હોવાથી પીવીસી બમ્પના બ્લોકના ખીલા હાલ બહાર નીકળી ગયા છે. અને નાના કાર ચાલકો મુશ્કેલીમા મુકાયા છે. કારણ કે આટલા મોટા ખીલા દિવસે તો દેખાઈ પડે છે. પરંતું રાત્રે દેખાઈ પડતા નથી. જેને લઈ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.

પીવીસી બમ્પના બ્લોક કરતા ડામર રોડનું મટેરિયલ વાપરી બમ્પ બનાવમાં આવે તો વાહન ચાલકોને મુશ્કેલી પડે તેમ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ દરરોજના હજારો વાહનો જતા હોય છે. ત્યારે આ પીવીસી બમ્પના ખીલા કેટલીય કારના ટાયરમા ઘૂસી ગયાનું જાણવા મળ્યું છે. સાથે નજીકમા કોઈ એવી ટાયર પંચરની દુકાનો પણ ન હોય પ્રવાસીઓ અટવાઈ જતા હોય છે. આ બાબતે નર્મદા જિલ્લા આર એન્ડ બી વિભાગ તિલકવાડા અને પહાડ ગામ પાસે મુકેલ પીવીસી બમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી પ્રશ્ન હલ કરે તે જરૂરી બન્યું છે. કોઈ પ્રવાસીઓ રાતના અટવાઈ જશે અને કોઈ ઘટના આ બમ્પને લઈ સર્જાશે તો જવાબદાર કોણ?

અન્ય સમાચારો પણ છે...