તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:નસવાડીમાં કોવિડ-19 વેક્સિન સલામતના લોક જાગૃતિ માટેના બોર્ડ વૃક્ષની આડમાં ઢંકાઇ ગયા

નસવાડી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
નસવાડીમાં કોરોના રસી લોકો લે માટે મારેલ બોર્ડ વૃક્ષની આડમાં પૂરતા દેખાઈ નથી રહ્યા. - Divya Bhaskar
નસવાડીમાં કોરોના રસી લોકો લે માટે મારેલ બોર્ડ વૃક્ષની આડમાં પૂરતા દેખાઈ નથી રહ્યા.
 • કોવિડ-19 રસી સલામત છે નો મેસેજ પ્રજાના ઘર ઘર પહોંચાડવા બોર્ડ માર્યા છે

કોરોના વાઈરસ આવ્યા ના કેટલાય મહિના બાદ કોરોના રસીને લઈ ભારત દેશને સફળતા મળી અને કોરોના રસી આવ્યા બાદ પહેલા આરોગ્ય વિભાગ પછી આંગણવાડી અને પોલીસ સ્ટાફથી લઈ રેવન્યુ, પંચાયત કર્મચારીઓને રસી મુકાઈ ગઈ છે. ત્યારે હવે સરકાર આ રસી લોકો જાતે લે માટે લોકજાગૃતિને લઈ ગામે ગામ અને તાલુકા સેન્ટર પર મસમોટા કોવિડ-19 વેક્સિન સલામત છે ના બોર્ડ મરાઈ રહ્યા છે. જે બોર્ડમાં સ્પષ્ટ વંચાય તેવું જેતે બોર્ડ લગાવનાર એ જોવું જોઈએ કારણ કે કોવિડ-19 રસી સલામત છે અને તે ઘરે ઘર સુધી આ વાત પહોંચે માટે આ બોર્ડ મરાયા છે.

પરંતુ લગાવનાર બોર્ડ લગાવ્યા બાદ બોર્ડ પૂરતું બહારથી સ્પષ્ટ દેખાય છે કે નહીં આ બાબતે ધ્યાન આપવું જોઈએ. પરતું હવે બધી આ કામગીરી કોન્ટ્રાક્ટ પર થતી હોય બોર્ડ લગાઈ ચાલવાનું પરતું કોવિડ-19 વેક્સિનને લગતી જાહેરાતના બોર્ડ લગાવ્યા બાદ આજ જનતા તેને પૂરી રીતે વાંચી શકે કે નહીં તે જોવું જોઈએ નસવાડી તાલુકા પંચાયત આગળ જ વૃક્ષની ડાળની આળમાં બોર્ડ ઢંકાઈ ગયું છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે કોવિડ-19ને લગતી આ કામગીરી હોય જરૂરી સચોટ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. તેમજ નસવાડી તાલુકામાં લાગેલ બોર્ડ સ્પષ્ટ દેખાય છે કે નહીં આ બાબતે તપાસ કરાય તે જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો