વિરોધ:ઉમરકોઈમાં દબાણ હટાવ્યા વગર જ રસ્તો બનતાં વિરોધ

નસવાડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વીજપોલ, વૃક્ષ , દબાણ ન હટાવી રોડ બનાવતાં ગ્રામજનોએ કામ અટકાવ્યું હતું. - Divya Bhaskar
વીજપોલ, વૃક્ષ , દબાણ ન હટાવી રોડ બનાવતાં ગ્રામજનોએ કામ અટકાવ્યું હતું.
  • 9 કિમીના રોડમાં વીજપોલ તેમજ નડતરરૂપ વૃક્ષો યથાવત
  • ​​​​​​​રજૂઆત બાદ પણ RCC રોડ બનતાં કામ અટકાવાયું

નસવાડી તાલુકાના ગઢબોરીયાદથી ચદનપુરા, ઉમરકોઈ, જામલી, છેવટ સુધી 9 કિ.મી.નો રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામા મંજુર થતા કામગીરી શરૂ કરાઈ છે. સરકારી તંત્રને કાંઈ પડી ન હોય અને વિકાસ ગાંડો થયો હોઇ તેમ 5 કરોડથી વધુના ખર્ચે બનતો નવીન રોડની કામગીરી શરૂ કરાઈ છે. ઉમરકોઈ ગામે આરસીસી રોડની પહોળાઇમાં આવતા વિજપોલ, વૃક્ષ તેમજ અન્ય દબાણ હટેલા ન હોઇ છતાંય રોડ બનાવવા માટેની ચેનલ ગોઠવી કામગીરી પણ શરૂ કરી દેવાઇ. ત્યારે સરકારી તંત્રના પંચાયત આર એન્ડ બી વિભાગ દ્વારા આ રોડની કામગીરીની દેખરેખ રખાતી હોય છે.

જ્યારે ડીઇ, એસઓ સાઈડ પર જતાં હોઇ અને છેલ્લા એક વર્ષથી રોડની અન્ય કામગીરી કરાઈ હોય ત્યારે રોડ બનતા પહેલા ગામડામા આવતી જે કઈ મુશ્કેલીઓ હોઇ તે દૂર કરવાની હોઇ છતાંય હું બાવો અને મંગળદાસ જેવી કહેવત ઉમરોકોઈ ગામમા બનતા રોડને લઈ સાબિત થઈ છે. હાલ તો ગ્રામજનોએ રજુઆત કર્યા બાદ પણ રોડનું કામ શરૂ કરતા ગ્રામજનોએ કામ અટકાવ્યું છે. અને સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે.

5 કરોડના ખર્ચે બનતા રોડમાં વીજપોલ, વૃક્ષ અને દબાણ હટાવવા જરૂરી
વર્ષો પછી રોડ મંજુર થયો છે. ત્યારે પંચાયત આર એન્ડ બી 9 કિમીના રોડમાં આવતા દબાણ, મોટા વૃક્ષ, વિજપોલ હટાવવા જોઈએ પછી કામગીરી કરવી જોઈએ. રોડ બન્યા બાદ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ ?

ગ્રામજનોની TDO અને GEBને અરજી
વિજપોલ, વૃક્ષ, કેબિન ગામમા નડતર રૂપ છે. રોડ બનાવતા પહેલા હટાવવા અમારી માગ છે. વર્ષો પછી સારો રોડ બને છે. રોડ બનાવતા પહેલા વિજપોલ હટાવવા, વૃક્ષ તેમજ ગામના નડતર રૂપ દબાણ હટાવવા બધા ગ્રામજનોએ ટીડીઓ અને જીઈબીને અરજી આપી છે. આ તો હાસ્યશબ્દ કહેવાય બધું યથાવત છે. અને રોડ બનાવે છે જેનો અમે વિરોધ કર્યો છે. >ભુપેન્દ્રસિંહ માધવસિંહ ચૌહાણ, ગ્રામજન, ઉમરકોઈ.

અન્ય સમાચારો પણ છે...