ચકાસણી:નસવાડીની 12 મોંઘલા બેઠકમાં EVMમાં મત નાખી ચકાસણી

નસવાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે 10 બૂથ પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો ચૂંટણી જંગ

નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠકો છે. જેમાં 12 મોંઘલા બેઠકના તાલુકા પંચાયત સદસ્યનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં આ બેઠક પર ફરી ચૂંટણી યોજાઈ રહી છે. જેનું મતદાન 28 નવેમ્બર રવિવારે છે. આ બેઠક પર 10 બૂથ પર મતદાન થશે. જેમાં મોંઘલા 2,પલાસણી 2, ચોરામલ 1, કેસરપુરા 1, કાળીડોળી 1, આબાપુરા 1, ખરેડા 1, દમોલી 1 આમ 10 મતદાન મથકો છે. જેમાં ભાજપ તરફે કમલેશ નારણ પરમાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફે વિપિનચદ્ર દિનુભાઈ પરમાર ચૂંટણી લડી રહ્યા છે.

હાલ તો બન્ને પક્ષ તેમના ઉમેદવાર જીતે માટે પ્રચાર કરી રહ્યા છે. પરંતુ 10 બૂથ પર જે EVM મતદાન માટે મોકલવાના છે તેની ચકાસણી બન્ને ઉમેદવાર અને કાર્યકર નસવાડી તાલુકા સેવાસદનમાં કરી હતી. EVM સીલ થાય તે પહેલા બન્ને ઉમેદવાર મશીનમાં મત નાખી ચકાસણી કરી હતી. 5500થી વધુ મતદારો આ બેઠક પર હોય રવિવારે મતદાન થવાનું છે ત્યારે નસવાડી મામલતદારનું ચૂંટણી વિભાગ તૈયારીઓમાં લાગ્યું છે.

જીતપુરા ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી જાહેર છતાંય પ્રજા અજાણ
નસવાડી.જીતપુરા ગ્રામ પંચાયત બે ગામની પંચાયત છે. ગામના સરપંચ ભીલ રામદાસભાઈ સરપંચ જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા બાદ નિયમ મુજબ હાલ સરપંચ પદથી દૂર છે. જ્યારે ઉપ સરપંચને ચાર્જ અપાયો હતો અને જીતપુરા ગ્રામ પંચાયતની મુદત એપ્રિલ માસમાં પૂર્ણ થતી હોય છે. નિયમ મુજબ ગ્રામ પંચાયતનું સરપંચ પદ 6 માસથી વધુ થાય તો તે ગ્રામ પંચાયતની ચૂંટણી કરવી પડતી હોય છે. જેને લઈ તાલુકાની 46 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતપુરા ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણી જાહેર કરાઈ છે.

પરંતુ જીતપુરાના એકપણ ગ્રામજન તેમના સરપંચ પદની ચૂંટણી જાહેર કરાઈ છે તે બાબત જાણતા જ નથી. તલાટી ગામમાં આ બાબતે જાણ કરે તો કઈ ખબર પડે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. કારણ કે ગ્રામજનોને તો એવું જ છે ગ્રામ પંચાયત ની મુદત એપ્રિલ માસ મા પૂર્ણ થાય છે. 22 નવેમ્બર ચૂંટણી જાહેર કરાઈ છે અને 4 ડિસેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.

અન્ય સમાચારો પણ છે...