તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:નસવાડીની 42 દુકાનોમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ‘મફત’ અપાતો જથ્થો પહોંચાડાયો

નસવાડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાલુકાની રેશનિગની દુકાનોમા અનાજનો જથ્થો મોકલવામાં આવ્યો. - Divya Bhaskar
તાલુકાની રેશનિગની દુકાનોમા અનાજનો જથ્થો મોકલવામાં આવ્યો.
  • નસવાડી તાલુકામાં PDSનો જથ્થો સાથે મફત અનાજનો જથ્થો 50 ટકા પહોંચતો કરાયો
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું મફત અનાજ વિતરણ 11 જૂનથી શરૂ થશે

નસવાડી તાલુકામાં 42 રેશનિગના સંચાલકો છે અને જે રીતે લોકડાઉન અને ત્યારબાદ આદિવાસી વિસ્તારના ગરીબ રેશનકાર્ડ ગ્રાહકોને સરકાર દ્વારા મફત અનાજ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશના વડાપ્રધાન ફરી હાલની પરિસ્થિતિ સમજીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ આપવાની યોજના શરૂ કરી છે. જે યોજના થકી નસવાડી તાલુકાની 42 દુકાનોમાં ઘઉં, ચોખાનો 50 ટકા જથ્થો નસવાડીના અનાજના ગોડાઉનથી પહોંચતો કરાયો છે.

હજુ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું મફત અનાજ આપવાનું શરૂ કરાયું નથી જે 11 જૂનથી આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલલ્યાણ અન્ન યોજનાના કુલ બધી દુકાનોના થઈ ઘઉં 1800 ક્વિન્ટલ, જ્યારે ચોખા 778 ક્વિન્ટલ, જ્યારે PDS, રેશનકાર્ડ ગ્રાહકોના જથ્થોમાં ઘઉં 1722 ક્વિન્ટલ, ચોખા 727 ક્વિન્ટલ આમ 42 રેશનિંગની દુકાનોમાં નસવાડીના સરકારી અનાજના ગોડાઉનમાંથી જથ્થો પહોંચતો કરાયો છે. જેમ મફત અનાજનો જથ્થો વિતરણ કરવાની કામગીરી શરૂ થશે તેમ બીજો મફત આપવાનો જથ્થો પણ પહોંચતો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...