તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નસવાડીના ચોસલપુરા ગામની પ્રાથમિક શાળાનો શિક્ષક અશિસ્તતા મુદ્દે સસ્પેન્ડ

નસવાડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
અલ્પેશ પંડ્યા - Divya Bhaskar
અલ્પેશ પંડ્યા
  • જિલ્લા શૈક્ષણિક મહાસંઘના મહામંત્રીને ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી
  • વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી : ફેરકુવા પ્રાથમિક શાળામાં બદલી કરાઈ

નસવાડી તાલુકાની ચોસલપુરા પ્રાથમીક શાળાના શિક્ષક પંડ્યા અલ્પેશ કુમાર નટવરલાલે જિલ્લા શૈક્ષણિક મહાસઘના મહામંત્રી યોગેન્દ્ર કુમાર રમણભાઈ પટેલને મોબાઈલ પર અસભ્ય વાણી પ્રયોજન કરી જાનથી મારી નાખવાની તેમજ જોઈ લેવાની ધમકી આપી છે. અને તે બાબતની વાતચીતની ઓડિયો કલીપ વાયરલ થઈ હતી. જેને લઈ રાજ્યના શિક્ષણ વિભાગ સુધી આ બાબતે ગંભીર નોંધ લેવાઈ હતી. અને શિક્ષણ આલમને સર્મશાર કરતી શિક્ષક અલ્પેશ પંડ્યાની વાણી વિલાસની કલીપ બાબતે જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ ભારે શરમજનક સ્થતીમા મુકાઈ ગયું છે. આખરે યોગેન્દ્ર કુમાર પટેલ ઓનલાઈન પોલીસ ફરીયાદ અને તેમની જિલ્લા શિક્ષણ અધિકારીને કરેલ અરજી તેમજ ગુજરાત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1971, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997ના આધારે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી પંડ્યા અલ્પેશ કુમારને ફરજ મોકૂફી હેઠળ મૂકી ફેરકુવા પ્રાથમીક શાળા છોટાઉદેપુર ખાતે કાર્યમથક રાખવાનો હુકમ કરતા જિલ્લા શિક્ષણ આલમમા ખળભળાટ મચ્યો છે. આ શિક્ષકને સસ્પેન્ડ કરતા અન્ય શિક્ષકોના મોઢા પર હવે નોકરી શિસસ્તાનો અમલ થશે. તેમ શિક્ષકોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...