રજૂઆત પાણીમાં ગઈ:બોરવાણીમાં વીજ લાઇન તૂટી, 25 ઘરનો બચાવ

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા એમએલએ જાતે MGVCLને જાણ કરેલ છતાંય પરિણામ શૂન્ય
  • અંતે વાવાઝોડામાં HT લાઈન ધરાશાયી, ગ્રામજનોની 7 વર્ષથી કરેલી રજૂઆત પાણીમાં ગઈ

નસવાડીના બોરવાણી ગામે ટેકરા ફળિયામાં 50 ઘરની વસ્તી છે. ફળિયા વચ્ચે એચ ટી લાઈન પસાર થાય છે અને નીચે એલ ટી લાઈન એક જ વીજપોલ પર આ વીજ વાયરો જોખમી બન્યા છે. છેલ્લા સાત વર્ષથી ગ્રામજનોએ નસવાડી mgvcl માં અનેક વાર લેખિતમાં રજૂઆત કરી છે. છતાંય ધ્યાન અપાયું નથી.

આખરે સંખેડા mla અભેસિંહ તડવીના લેટર પેડ પર જોખમી વીજ લાઈન બાબતે કાર્યવાહી કરવા એમજીવીસીએલને જાણ કરાઇ છે. છતાંય પ્રશ્ન હલ નથી થયો. દરમિયાન સોમવારે આવેલા વાવાઝોડાના ભારે પવનમાં આ વીજ લાઈન ધરાશાયી થઈ હતી. અને વીજપોલ રોડ વચ્ચે પડ્યો હતો.

જો પોલ ઘર ઉપર પડતો તો 25 ઘર સુધી નુકસાન થતું. વીજપોલ પડતાં ગ્રામજનોમાં ભય ફેલાયો છે. હાલ 50 ઘર સાથે આખું ગામ અંધારું ઉલેચવા મજબૂર બન્યું છે. સંખેડા mla અને ગ્રામજનોની રજૂઆત બાદ પણ જો એચ ટી લાઈન બાબતે mgvcl કાર્યવાહી કરતું ન હોય તો કોઈ મોટા અકસ્માતની રાહ mgvcl જોવે છે. તેવું ગ્રામજનોએ જણાવ્યું છે. સાંજ સુધી mgvcl ગામમાં પહોંચ્યું ન હોઇ ગ્રામજનોમાં ભારે રોષ ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...