મતદાન:નસવાડી હાઈસ્કૂલમાંથી પોલિંગ સ્ટાફ સામગ્રી લઈ રવાના થયો

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મત કુટિરના પુઠ્ઠા જ આસાન બનાવી બેલેટ પેપર ગણ્યા

નસવાડી તાલુકાની 45 ગ્રામ પંચાયતમા 96 મતદાન મથકો પર રવિવારે મતદાન થવાનું છે. નસવાડી હાઇસ્કુલમાંથી પોલીગ સ્ટાફ મતદાનની સામગ્રી લઈ રવાના થયો હતો. મતદાનની સામગ્રીમા ખાસ બેલેટ પેપર ગણતરી ના હોય છે. પોલીગ સ્ટાફ મત કુટિરને આશાન બનાવીને બેલેટ પેપર ગણવા બેસી ગયા હતા. જ્યારે કેટલાય પોલીગ સ્ટાફ સ્થળ પર જ બેલેટ પેપર ઉપર ગ્રામ પંચાયત ચૂંટણી, અને ચૂંટણી આયોગના સિક્કા મારવા બેસી ગયા હતા. નસવાડી તાલુકામાં 16 ઝોનલ મતદાન મથકો પર મતદાનને લગતી સામગ્રીના રૂટ મુજબ રવાના કરાયા હતા. નસવાડીથી 58 કીમી દૂરના રૂટ હોઇ દરેક બાબતે ધ્યાન આપવા ચૂંટણી અધિકારીઓ સૂચના આપી છે.

છોટાઉદેપુર ડીવાયએસપી, પીએસઆઈનું સતતપેટ્રોલીંગ : 3 ગામમા વાયરલેસ સેટ ફિટ કરાયા
બેલેટ પેપરથી મતદાન થવાનું હોવાથી અનેક ગ્રામ પંચાયતમા ગત ચૂંટણીમા રાતના 10 વાગ્યા બાદ પણ મતદાન ચાલુ રહ્યું હતું. આ વખતે પણ તેવી પરિસ્થિતિ સર્જાઇ હોવાથી છોટાઉદેપુર ડી વાય એસ પી, નસવાડી પી એસ આઇ હમણાંથી ડુંગર વિસ્તારમા સતત પેટ્રોલીંગ કરી રહ્યા છે. ડુંગર વિસ્તારમા સરપંચોની ચૂંટણી એટલે એક ઉત્સાહ હોય છે. અને એક જંગ સમાન ચૂંટણી હોય છે. ત્રણ ગામ વાડિયા, ધારસિમેલ, કેવડી ગામે મતદાન મથકના આંકડા અને શેડો વિસ્તાર હોય. વાયરલેસ શેટ ફિટ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...