તપાસ:આમરોલીની મેણ નદીમાં લીલા ગાંજાના છોડ તણાઈ આવતાં પોલીસ દોડતી થઈ

નસવાડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી પોલીસે મેણ નદી પાસેથી તણાઈ આવેલા ગાંજાના છોડને લઈ કાર્યવાહી હાથ ધરી હતી. - Divya Bhaskar
નસવાડી પોલીસે મેણ નદી પાસેથી તણાઈ આવેલા ગાંજાના છોડને લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
  • અનેક ગ્રામજનો લીલા ગાંજાના છોડ નદીમાંથી લઇ ગયા
  • ગાંજાના​​​​​​​ છોડ આમરોલી ગામમાંથી ફેંકાયા હોવાની ચર્ચા

નસવાડી નજીક આમરોલી ગામમાં સોમવારે પોલીસની ગાડી અને પોલીસ જવાનો બાઈક સાથે સાંજના દોડતા થયા હતા. આ વાતની ગ્રામજનોમાં ચર્ચાએ જોર પકડયું હતું. જેમાં એક ઘર પાસેના પાછળના વાડામાં ગાંજાના છોડ રાત્રે પોલીસ કબજે કર્યાની રાતના ભારે ચર્ચા ઉઠી હતી. પરંતુ રાતના અંધારામાં શું થયું તે બાબતે કઈ ખબર ન પડી. નસવાડી પોલીસને પણ રાતના 10.30 પછી મીડિયા કર્મીઓને ફોનથી જાણ કરી હતી કે આમરોલી ગામે આવી ઘટના બની છે. પણ પોલીસે તપાસ કરી જણાવીએ તેમ કહ્યું હતું. છતાંય કોઈ જવાબ મળ્યો ન હતો.

સવાર પડતા જ આમરોલીની મેણ નદીના કિનારે અને નદીના 500 મીટર દૂર સુધી ગાંજાના લીલા છોડ મોટી માત્રમાં દેખાઈ રહ્યા હતા. ઊંડું પાણી હોઇ નજીકમાં વહેતા પાણીમાંથી થોડાક છોડ પોલીસે કબજે કર્યા હતા. જ્યારે ગાંજાના છોડના પાન દૂર સુધી વહેતા દેખાઈ પડ્યા હતા. સવારે ગ્રામજનો મોટી માત્રમાં મેણ નદી પાસે ભેગા થયા હતા. ત્યારબાદ નસવાડી પીએસઆઈ, આમરોલી આઉટ પોસ્ટ પોલીસ, સીપીઆઈ સ્થળ પર આવ્યા હતા અને ગાંજાના છોડ જોઈ ચર્ચામાં લાગી ગયા હતા.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંજાના છોડ પકડાઈ ન જાય જેને લઈ મુદ્દામાલ નાશ કરવા નદીમાં ફેંકવામા આવ્યાની ચર્ચા ગ્રામજનો કરી રહ્યા છે. નસવાડી પોલીસે આ ગાંજાના છોડને બિન વારસી મળી આવેલ છે નું બતાવ્યું છે અને તપાસનો વિષય બન્યો છે. સાંજના 5 વાગ્યા સુધી એફએસ એલના અધિકારી અને પોલીસ પણ આ બાબતે સ્થળ પર પહોંચી કામગીરી છે. પરંતુ ગાંજાના છોડ નદીમાં આવ્યા ક્યાંથી તે હવે તપાસનો વિષય બન્યો છે.

મેણ નદીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે
મેણ નદીમાંથી ગાંજાના છોડ મળેલ છે. હાલ તો મુદ્દામાલ તરીકે ગાંજાના છોડ કબજે કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. - સી. ડી.પટેલ, પીએસઆઈ, નસવાડી

અન્ય સમાચારો પણ છે...