તપાસ:આમરોલી ગામે ખેતરમાંથી 216 ગ્રામ ગાંજો પોલીસે પકડી પાડ્યો

નસવાડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આમરોલીના ખેતરમાં પોલીસ ગાંજો કબજે કરી તપાસ કરી રહી છે. - Divya Bhaskar
આમરોલીના ખેતરમાં પોલીસ ગાંજો કબજે કરી તપાસ કરી રહી છે.
  • ગાંજાના છોડની તપાસમાં ખેતરો ખૂંદતાં SOG પોલીસને સફળતા મળી હતી
  • અનેક ખેતરોમાં પોલીસે તપાસ કરતાં ફફડાટ

નસવાડીના આમરોલી મેણ નદીમાં લીલા ગાંજાના છોડ તણાઈ આવેલ પકરણમાં નસવાડી પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. જેની તપાસમા એસઓજી પોલીસ જોડાઈ છે. બુધવારે એસઓજી પીઆઈ જે. પી. મેવાડા અને તેમની ટીમ આમરોલી, ભરવાડા, સાઢીયા ગામની સિમના મોટા કપાસ, તુવરના ખેતરોમાં પોહચી હતી. અને એક લઘુમતી કોમના વ્યક્તિના કપાસના મોટા ખેતરમા ગાંજાના છોડ ઉખેડ્યા હતા. તેવું પોલીસને જણાઈ આવ્યું છે. અને તે સ્થળથી કેટલોક ગાંજો પોલીસને મળ્યો છે. આ બાબતે એફએસએલ અને સરકારી પંચોને બોલાવ્યા હતા.

અને સ્થળ પરથી 216 ગ્રામ ગાંજોનો જથ્થો કબજે કરાયો છે. રાત સુધી ખેતરોમા એસઓજી પોલીસ ગાંજાને લઈ તપાસ કરી હતી. જાણવા મળ્યા મુજબ ગાંજો મેણ નદીમાં ફેંકાયો છે. પરંતુ ગાંજાના છોડનું એક મોટું વાહન ભરાઈને કયા ગયું? જ્યારે સૂકા ગાંજો પણ મોટી માત્રમા સગેવગે કરાયોની ભારે ચર્ચાઓ ઉઠી છે. જો સોમવારની રાત્રે મુદ્દામાલ પોલીસ પકડ્યો છે. તો પોલીસ મુદ્દામાલ ક્યાં લઈ ગઈ તે તપાસનો વિષય બન્યો છે. હાલ એસઓજી રાતના ખેતરો ખુદી રહી છે. અને સફળતા મળવાની શરૂઆત થઈ છે. અને મેણ નદીમા ગાંજો ક્યાંથી તણાઈ આવ્યો તે પોલીસ માટે હજુ એક રહસ્ય છે.

અન્ય સમાચારો પણ છે...