છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીક આવેલ વાઘીયામહુડા ગામે જયેશ નરસિંહ ભીલ ઉર્ફે જયું માતાજી પુરુષ હોવા છતાંય મહિલાનો ડ્રેસ પેહરી તેના ઘરે જ અનેક મૂર્તિઓ બેસાડી પોતે ગાદી બનાવી મોટા ભજનો કરી આદિવાસી વિસ્તારના લોકોને અંધશ્રદ્ધા તરફ લઈ જતો હતો. આ બાબતે રાજકોટની ભારત વિજ્ઞાન જાથાએ જયું માતાજીને ત્યાં આવી છેલ્લા કેટલાય દિવસથી અહીંની સમગ્ર હિલચાલનું સ્ટિંગ વીડિયો કરી નસવાડી પોલીસને સાથે રાખી વાઘીયા મહુડા જઈ રવિવારે તેને સ્થળ પરથી પકડ્યો હતો.
બાદ જયેશ ઉર્ફે જયું માતાજીએ હવે સાડી નહીં પહેરું અને અન્ય કોઈ અંધશ્રદ્ધા ફેલાવે તેવી પ્રવૃત્તિ નહીં કરું તેવી વિજ્ઞાન જાથાને બાંહેધરી આપી હતી. આ સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતી. નસવાડી પોલીસે પણ ઘટનાની ગંભીરતા લઈ લોકોની શ્રદ્ધા સાથે ખોટી રીતે ચેડાં કરતા જયું માતાજીને નસવાડી મામલતદાર સમક્ષ રજૂ કરી પોલીસે અટકાયતી પગલાં લીધા છે. હાલ જયેશ ઉર્ફે જયું માતાજી મહિલાનો વેષ પહેરી ફરી કોઈ અંધશ્રદ્ધાને લગતી પ્રવૃત્તિ કરે છે કે નહીં તેના પર નજર રખાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.