સાઈન બોર્ડમાં ગોટાળો:ગઢબોરીયાદ ચોકડીની જગ્યાએ બોર્ડમાં બોરીવાહ ચોકડીનો નિર્દેશ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઢબોરીયાદ ચોકડીની જગ્યાએ બોરીવાહ ચોકડીનું વિલેઝ બોર્ડ મરાયું છે. - Divya Bhaskar
ગઢબોરીયાદ ચોકડીની જગ્યાએ બોરીવાહ ચોકડીનું વિલેઝ બોર્ડ મરાયું છે.

છોટાઉદેપુર જિલ્લા સ્ટેટ R&B વિભાગની દેખરેખ હેઠળ નસવાડીથી કવાંટને જોડતો 30 કિમીનો નવીન રોડ બન્યો છે. જે રોડમા વચ્ચે આવતા ગામડાં, ચોકડીના વિલેજ બોર્ડ, સાઈન બોર્ડ મરાયા છે. જે વિલેજ ચોકડી બોર્ડ લાગી ગયા બાદ જાણે કોઈ અધિકારીઓ જોવા વાળું નથી. તેમ દેખાઈ પડ્યું છે. નસવાડીનું મુખ્ય સેન્ટર ગઢબોરીયાદ ગામ છે. તે ગામ પાસેથી કવાંટનો રસ્તો અલગ થાય છે. અને ગઢબોરીયાદ ચોકડી તરીકે ઓળખાય છે. તે જગ્યાએ વિલેજ બોર્ડ મરાયું છે. તેમાં સ્પષ્ટ છબરડા દેખાય છે.

રાતના બહારથી આવતા વાહન ચાલકો ગઢબોરીયાદ ચોકડીને શોધતા કવાંટના રસ્તે પડી જાય છે. કારણ કે બોરીવાહ ચોકડીનું વિલેજ બોર્ડ માર્યું છે. તો વાહન ચાલકો આ ચોકડીથી ભુલા પડી જાય છે. સ્ટેટ આર એન્ડ બીના અધિકારીઓની બે જવાબદારીથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. અધિકારી 30 કિમી આવતા ગામડાના વિલેજ બોર્ડ ચોકડીના બોર્ડ જાત તપાસ કરી વાહન ચાલકો અટવાઈ ના તે કામગીરી કરી વિલેજ બોર્ડના છબરડા દૂર કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...