નિર્ણય:PMGKAYમાં હવે 4 કિલો ચોખા એક કિલો ઘઉં વ્યક્તિ દીઠ અપાશે

નસવાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં વ્યક્તિ દીઠ 1.5 કિલો ચોખા, 3.5 કિલો ઘઉં આપતા હતા

સમગ્ર દેશમા લોકડાઉન વખતથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલુ છે. જેમાં ગરીબ રેશનકાર્ડ ગ્રાહકોને વ્યક્તિ દીઠ 1.5 કિલો ચોખા અને 3.5 કિલો ઘઉં અપાય છે. જેમાં ખાસ કરીને રેશનકાર્ડ ગ્રહકોને આ મફત અનાજ જીવાદોરી સમાન બન્યું છે. ત્યારે નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે.

અને ગરીબ રેશનકાર્ડ ગ્રાહકોને આ અનાજ ઉપયોગી થાય છે. ત્યારે આ મહિનાથી જ નસવાડી તાલુકામા 18000થી વધુ રેશનકાર્ડ ગ્રાહકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળતા અનાજમા ફેરફાર કરાયો છે. જેમાં 4 કિલો ચોખા અને 1 કિલો ઘઉં વ્યક્તિ દીઠ રેશનિંગની દુકાનમાંથી આપવામાં આવશેનું નસવાડી પુરવઠા નાયબ મામલતદાર જણાવ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનું અનાજ નસવાડી તાલુકાની 42 દુકાનોમા હજુ પહોંચ્યું નથી. કારણ કે જેમ નસવાડી સરકારી ગોડાઉન પર અનાજનો જથ્થો આવે છે તેમ પહોંચતો કરવામાં આવશે.

હાલ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના મળતા મફત અનાજમાં ફેરફાર કરાયો છે. જેને લઈ જેતે રેશનિંગની દુકાનો પરથી અનાજ નવા નિયમોના ફેરફાર મુજબ રેશનકાર્ડ ગ્રાહકોને આપવા માટે દુકાનદારોને સૂચનો કરાયા છે. હાલ રેગ્યુલર અનાજનો જથ્થો નસવાડી તાલુકાની 42 દુકાનોમા પહોંચતો કરાયો છે. રેશનકાર્ડ ગ્રાહકો પોતાના અંગૂઠા મૂકી લઈ શકશે. જ્યારે એકજ મહિનામા બીજી વખત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું મફત અનાજ પણ અગુઠો મૂકી લઈ શકાશે.

અન્ય સમાચારો પણ છે...