આંશિક રાહત:હરીપૂરા(બો) ગામના રસ્તે જર્જરિત કોઝવેમાં પાઈપ નાખવામાં આવ્યા

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હરિપુરા(બો) ગામે જર્જરિત કોઝવેની ફાઇલ તસવીર અને હાલ કોઝવે ઉપર પાઈપ નાખી ડાયરવરજન બનાવ્યું છે. - Divya Bhaskar
હરિપુરા(બો) ગામે જર્જરિત કોઝવેની ફાઇલ તસવીર અને હાલ કોઝવે ઉપર પાઈપ નાખી ડાયરવરજન બનાવ્યું છે.
  • ચોમાસામા દુઃખ ભોગવનારા ગ્રામજનોને આંશિક રાહત થઈ
  • ગામમાં સાઈકલ સાથે મોટા વાહનો જવાની શરૂઆત થઈ

નસવાડીનું ગઢબોરીયાદ ગામ તાલુકાનું મુખ્ય સેન્ટર છે. અને બાજુમા હરિપુરા ગામ આવેલ છે. જે ગામના જવાના રસ્તે વર્ષોથી જર્જરિત કોઝવે આવેલ છે. દર ચોમાસામા કોઝવે વધુ ધોવાતો હોઇ પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે કોઝવે ઉપરથી સાઈકલ પણ પસાર થઈ શકતી ન હતી. સંખેડા ધારાસભ્યને ગ્રામજનોએ રજૂઆત કરી હતી. જર્જરિત કોઝવે નવીન બનાવવા 160 લાખની દરખાસ્ત કરેલ હોઇ આખરે સંખેડા ધારાસભ્યએ નસવાડી પચાયત માર્ગ મકાન વિભાગને આ કોઝવે ઉપર પાઈપ નાંખી ગ્રામજનો અવર જવર કરે તેવી સુવિધા કરવા સુચન કરેલ હતું.

જેને લઈ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના ડે ઇજેનર અજય રાઠોડ, એસ ઓ ફતુંરામ પ્રજાપતિએ જર્જરિત કોઝવેની સ્થળ મુલાકત કરી હતી. અને તત્કાલ નવીન ડાયવર્ઝન બનાવેલ છે. જેમાં નવીન 6 પાઈપ નાખી કામગીરી કરાઈ છે. અને હાલ કોઝવે ઉપરથી સાઇકલ અને મોટા વાહનોની અવર જવર શરૂ કરાઈ છે. જેને લઈ ગ્રામજનોમા ખુશી છે. જ્યારે સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ સરકારમા જર્જરીત કોઝવે નવીન બનાવવા રજૂઆત કરી છે. અને વેહલીતકે કોઝવે ઉપર સ્લેબ ડ્રેઈન મંજુર થશેનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...