લોકોમાં ખુશી:રાઠવા જાતિના દાખલાના વિવાદનું નિરાકરણ આવતાં લોકોમાં ખુશી

નસવાડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા પણ ટીમલી રમીને ઝૂમ્યાં

છોટાઉદેપુર જિલ્લા માં રાઠવા જાતિના દાખલા મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, કેટલાક રાઠવા જાતિના લોકોના દસ્તાવેજમાં કોળી શબ્દના પ્રયોગથી અનું સૂચિત જન જાતિના દાખલા મળતા ના હતા અને તેણે લઈ આદિવાસી હોવા છતાં સરકારી નોકરીમાં અડચણ ઉભી થતી, કેટલાક ને નોકરી મળ્યા બાદ પણ આદિજાતિના દાખલા ની ચકાસણી કરી તેઓની નિમણૂક અટકાવાય હતી જેને લઈ છોટાઉદેપુર જીલ્લામાં રાઠવા જાતિના સામાજિક આગેવાનો સહિત તમામ રાજકીય આગેવાનોએ આંદોલન કર્યા, તેવામા સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

સરકારના આદિજાતિ વિકાસ વિભાગે બહાર પાડેલા પરિપત્રમાં રાઠવા, રાઠવા કોળી કે કોળી રાઠવા એક જ છે અને તેઓને અનુસૂચિત જજાતિના ના પ્રમાણપત્ર આપવાનો આદેશ કર્યો છે, સરકારના નિર્ણયને લઈ છોટાઉદેપુર જીલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરાઈ રહી છે. ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ખુશી મનાવી રહ્યા છે.

વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પાવીજેતપુરમાં ટીમલી નૃત્ય કરી પોતાની ખુશી જાહેર કરી છે. જયારે જસુ રાઠવા, ચેરમેન, આદિજાતિ વિકાસ વિભાગ, ભાજપ દ્વારા પણ સરકારે કરેલ પરિપત્રને આવકાર્યો છે અને ખુશી વ્યક્ત કરી છે.ભાજપ, કોંગ્રેસ, બીટીપી કે પછી અન્ય તમામ પક્ષ અન્ય તમામ સંગઠનોની મેહનત રંગ લાવી છે. આજે સરકારે જે પરિપત્ર કર્યો છે તેની દરેકને ખુશી છે.

સરકારે પરિપત્ર કર્યો છે, જેની સૌને ખુશી છે
વર્ષોથી રાઠવા સમાજ ને લગતો પ્રશ્ન હતો તે તમામ રાજકીય બીન રાજકીય સંગઠનો. સમાજ ના આગેવાનો ની જે મેહનત હતી તેનું આ રિજલ્ટ મળ્યું છે. સરકારે પરિપત્ર કર્યો છે. જેની સૌને ખુશી છે. હું વિરોધ પક્ષ ના નેતા તરીકે સૌનો આભાર વ્યક્ત કરું છું. > સુખરામ રાઠવા, ધારાસભ્ય અને વિપક્ષ નેતા

અન્ય સમાચારો પણ છે...