હાલાકી:નસવાડીમાં આધારકાર્ડની કામગીરી બંધ રહેતા તાલુકાના લોકો પરેશાન

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામગીરીમાં ખોટા ડોક્યૂમેન્ટ અપલોડ કરતાં આધારકાર્ડની કિટો ઓનલાઇન બંધ થઈ

આધારકાર્ડએ બધાને જરૂરિયાત મુજબનું ડોક્યુમેન્ટ છે. આધારકાર્ડ કઢાવવા માટે નસવાડી તાલુકા સેવાસદન અને નસવાડી આઈસીડીએસ વિભાગમાં કામગીરી ચાલુ હતી. પરંતુ જેતે ડોક્યુમેન્ટ ખોટા અથવા નામમાં ભૂલ હોઇ તેવા અપલોડ કરાયા હોઇ જેને લઈ આધારકાર્ડની કામગીરીમા રિજેક્શન વધુ આવતા નસવાડી તાલુકા સેવાસદન અને આઈસીડીએસની તમામ કિટ ઓનલાઈન બંધ થઈ ગઈ હોઇ હાલ આધારકાર્ડની કામગીરી સદંતર નસવાડીમા બંધ થતાં લોકોને હાલાકી પડી છે.

નસવાડી તાલુકા સેવાસદન પર એક કિટ ચાલુ હતી પરંતુ તે કિટ પરથી આધારકાર્ડ કાઢનાર જેતે વ્યક્તિએ આધારકાર્ડના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે, તેમાં ખાસ રિજેક્શન આવતા ફેબ્રુઆરી માસથી નસવાડી તાલુકા સેવાસદન પર આધારકાર્ડની કામગીરી બધ છે. જ્યારે નસવાડી આઈસીડીએસ વિભાગની બે કિટ ચાલુ હતી અને નસવાડી તાલુકાના લોકો માટે આધારકાર્ડની કામગીરી ચાલુ હતી પરંતુ ત્યાંથી પણ જે ડોક્યુમેન્ટ તેમજ નામને લગતી ભુલો આવી હોય તે બન્ને કિટમાં રિજેક્શન આવતા ડાયરેકટથી આધારકાર્ડ કિટ બંધ થઈ છે. હાલ તો નસવાડી તાલુકામાં આધારકાર્ડની કામગીરી બંધ પડી છે.

કંડવા ગામે સેવસેતુના કાર્યક્રમમાં પણ કવાંટથી આધારકાર્ડની કિટ લાવી કામગીરી કરાઈ હતી. એકંદરે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જે નેતાઓ છે. તે આધારકાર્ડ કાઢી આપવા દબાણ કરતા હોય છે. જેને લઈ ન છૂટકે આધારકાર્ડ કાઢનાર વ્યક્તિ જે ડોક્યુમેન્ટ અપલોડ કરે તેનું રિજેક્શન આવ્યુ હોય ખાસ તો વધારે પડતા પ્રેશરને લઈ આધારકાર્ડમા વધુ રિજેક્શન આવતા કિટો બંધ પડી છે. હવે નિયમ મુજબ આ કિટો શરૂ થતાં કેટલાય મહિના અને વર્ષ પણ નીકળી જાય તેમ આધારકાર્ડ કાઢનાર વ્યક્તિ જણાવી રહ્યા છે. હાલ તો અગત્યની કાંમગીરી ઠપ્પ થઈ હોય તંત્ર આ બાબતે કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...