ભાસ્કર વિશેષ:પાટડીયાના લોકો 9 કિમી દૂર બગલિયામાં મતદાન કરશે

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીયાના લોકો 9 કિમી બગલિયા મતદાન મથકે મત આપવા જશે તે રોડ પરથી જઈ રહ્યા છે. - Divya Bhaskar
પાટડીયાના લોકો 9 કિમી બગલિયા મતદાન મથકે મત આપવા જશે તે રોડ પરથી જઈ રહ્યા છે.
  • વિધાનસભા, જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેઓ ગામમાં મતદાન કરે છે
  • ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હજુ તેમને ગામમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો નથી

નસવાડી તાલુકાના અનેક ગામડા એવા છે જેના મતદારોને મતદાન કરવા 5થી 10 કિમી દૂર જવું પડે છે. જેમાં આ મતદારો એવા છે જેમને લોકસભા, વિધાનસભા, તાલુકા,જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમના ગામમાં મતદાન કરવાનો અધિકાર મળે છે. પરંતુ તેમની જ ગ્રામ પંચાયતમાં આવતા ગામ હોય છતાંય તેઓને તેમના ગામથી મતદાન કરવા કેટલાય કિલોમીટર જવું પડે છે. જેમાં બગલીયા ગ્રામ પંચાયતમાં આવતું પાટડીયા ગામ જેના અંદાજીત મતદારો 150થી વધુ છે.

જેઓ ફરજીયાત બગલીયા મતદાન મથક પર મત આપવા જવું પડે છે. જે મતદાન મથક અંદાજીત 9થી 10 કિમી થાય છે. જ્યારે બીજી બાજુ ડુંગર વિસ્તારની સાકળ પિસાયતા ગ્રામ પંચાયતના મતદારોમાં પીપલવાળી, કુપ્પા જેવા અન્ય ગામના મતદારો વાડિયા ગામ મતદાન કરવા આવશે. નસવાડી તાલુકાના અનેક ગામડાના મતદારોને તેમની ગ્રામ પંચાયત હોવા છતાંય તેઓને તેમના મત ગામમાં શાળા હોય છતાંય મતદાન મથક ન હોય કેટલાય કિલોમીટર દૂર મતદાન કરવા જવું પડશે.

અન્ય સમાચારો પણ છે...