તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત દેશ વિકાસની હરફાળ ભરી રહ્યું છે. જેમાં ખુશ્બુ ગુજરાત કી, ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા, મોડલ ગુજરાતની વાતો ભારત દેશના ખૂણા સુધી પહોંચી ગઈ છે. પરંતુ બીજી બાજુ વાસ્તવિકતા કઈ અલગ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગ્રામજનો હજુ પણ 18મી સદીમા જીવતા હોય તેમ લાગી રહ્યું છે. નસવાડીના ધારસિમેલથી હરખોડ, કુંડાનો 6 કિમીનો રોડ આઝાદીના સાત દાયકા બાદ પણ બન્યો નથી. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગથી લઈ દિલ્હી સરકારમા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામા આ રસ્તા પાકા બને માટે દરખાસ્તો નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાય છે.
છતાંય હજુ સુધી આ ગામને જોડતાં પાકા રસ્તા બન્યા નથી. દર ચોમાસામા આ ગામડામા વરસાદ હોય તો એવું લાગે જેમ કે દુનિયાથી અલગ વિખુટા જીવન જીવી રહ્યા છે. બે ગામના 1500થી વધુ ગ્રામજનો ભારે દુઃખ ભોગવી રહ્યા છે. છતાંય સરકારની નજર આ ગામડા સુધી પહોંચી નથી. દર વર્ષે કરોડોના આયોજન થાય છે. પરંતુ ફક્ત નસવાડીના આ રોડ મંજુર થતા નથી. તેનું કારણ કયું તે કોઈ પાસે જવાબ નથી. બસ આશ્વાશન થકી કુંડાના ગ્રામજનો પાકો રસ્તો ક્યારેક તો બનશે કરી રાહ જોઈ રહ્યા છે.
ક્યારે થઈ સરકારમાં દરખાસ્તો
2014થી દરખાસ્તો થાય છે. છતાંય રોડ મંજુર થતો ન હોય પાકો બનતો નથી. સંખેડા માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ દ્વારા 2014 પહેલાથી દરખાસ્તો કરાઈ છે. છતાંય ધ્યાન નથી અપાયું. ત્યારબાદ સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી પર આ રસ્તા બને માટે રૂબરૂ ગાંધીનગર સરપંચો સાથે મુલાકત કરી હતી. છતાંય હજુ રોડ પાકો બન્યો નથી. માર્ગ મકાન વિભાગ દિલ્હી સુધી રોડ મજૂર થાય માટે દરખાસ્ત કરી છે.
પાકો રોડ બને માટે લોકસભા 2014માં ચૂંટણી બહિષ્કાર પણ કર્યો હતો
પાકો રોડ બન્યો નથી એટલે મુશ્કેલી પડે છે. એક પુલ કુંડાના રસ્તે બને તોય મુશ્કેલી થોડી ઓછી થાય તેમ છે. 2014મા લોકસભા ચૂંટણી બહિષ્કાર કુંડાના ગ્રામજનોએ કર્યો હતો. હજુ પાકો રોડ મજુર થયો નથી. ક્યારે રોડ બનશે એની અમે રાહ જોઈ રહ્યા છે. બધી જ રીતે મુશ્કેલી પડે છે.- સેવજીભાઈ, ગ્રામજન, કુંડા.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.