તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્મભૂમિમાં વાપસી:નસવાડી તાલુકામાં માટીના નળવાળા માટલા વેચી રોજગારી મેળવતા બિહારના લોકો

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડીમા નળ લગાવેલ માટીના માટલા બિહારના લોકો વેચાણ કરી રહ્યા છે. - Divya Bhaskar
નસવાડીમા નળ લગાવેલ માટીના માટલા બિહારના લોકો વેચાણ કરી રહ્યા છે.
 • ગત વર્ષે આવ્યા બાદ લોકડાઉનને કારણે પરત ગયા હતા

ગુજરાતમા બધા જ રાજ્યના લોકો રોજગારી કોઈ પણ ચિંતા વગર મેળવે છે. ત્યારે ઉનાળાની શરૂઆત થઈ છે. જેને લઈ ગરીબ ઘરમા ઠંડા પાણી માટેની ફ્રીજ જેવી ઓળખ એટલે માટીના નળ લગાવેલ માટલા છે. હાલ નસવાડી તાલુકાના ગામે ગામ બિહાર રાજ્યના કેટલાક લોકો પેડલ સાઇકલ લઈ તેમાં નળ લગાવેલ માટલા લઈ વેચવા આવ્યા છે. આ બિહારથી આવેલ લોકો છોટાઉદેપુર જિલ્લાથી લઈ રાજ્યના અનેક શહેરમા માટલા વેચાણ કરી રહ્યા છે. દર વર્ષે ઉનાળામા બિહારના લોકો માટલા વેચવા માટે આવે છે.

નસવાડી તાલુકાના ગામડામા નળ લગાવેલ માટલા 100થી 120 રૂા. નંગથી આ લોકો વેચાણ કરી રહ્યા છે. ગત વર્ષે કોરોના વાયરસને મહામારી હોય ત્યારે તેઓ ગુંજરાત આવ્યા હતા અને તરત લોકડાઉનને લઈ પરત ગયા હતા. ગત વર્ષે બિહારના લોકો હેરાન થયા હતા. હાલ કોરોના વાયરસની ગાઈડ લાઈનનો અમલ કરી માટલાનું વેચાણ કરી રહ્યા છે. પરતું ફરી ગુજરાતમા કોરોના વાયરસ ફેલાઈ રહ્યો હોય ફરી લોકડાઉન તો નહી થાય નો ભય પણ તેઓને સતાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો