ચિંતાનો વિષય:નસવાડી તાલુકામાં રોજગારીના અભાવે લોકો સૌરાષ્ટ્ર રવાના થયા

નસવાડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકામાં રોજગારીનો અભાવ હોવાના કારણે સૌરાષ્ટ્ર મજૂરી  કામ કરવા માટે રૂા. 1 હજાર ખર્ચી લઝગરી બસ પર પોતાની બાઈકો  ચઢાવી લોકો રવાના થઈ રહ્યા છે. - Divya Bhaskar
નસવાડી તાલુકામાં રોજગારીનો અભાવ હોવાના કારણે સૌરાષ્ટ્ર મજૂરી કામ કરવા માટે રૂા. 1 હજાર ખર્ચી લઝગરી બસ પર પોતાની બાઈકો ચઢાવી લોકો રવાના થઈ રહ્યા છે.
  • મનરેગામાં ઓનલાઈન બતાવાતી મજૂરોની સંખ્યા અલગ અને ગ્રાઉન્ડ 0 પર પરિસ્થિતિ કંઈક અલગ
  • મજૂરી કામ કરવા 1 હજાર ખર્ચી લકગરી પર બાઈકો ચઢાવી

નસવાડી તાલુકાના 212 ગામડા છે. હાલ ગામડામા લોકો દેખાઈ પડતા નથી. મોટા ભાગના લોકો સૌરાષ્ટ્ર મજૂરી કામ માટે રવાના થઈ ગયા છે. એક મહિનામા મોટા ભાગના ગામડામાંથી લોકો સૌરાષ્ટ્ર જતા રહ્યા છે. ગામડામા ફક્ત વૃદ્ધ લોકો દેખાઈ પડે છે. પરિસ્થિતિ એવી છે કે નસવાડી તાલુકાના ગામડામાંથી જે ઘરોમાં બાઈક છે તે બાઈક પણ પરિવાર મજૂરી કરવા જતો હોય તે બાઈક પણ લકઝરી બસ ઉપર ચઢાવીને હજાર રૂપિયા ભાડું ખર્ચીને લઈ જઈ રહ્યા છે.

એકબાજુ સરકાર મનરેગા યોજના અંતર્ગત રોજગારી પૂરી પાડે છે. પરંતુ જિલ્લાનું તંત્ર આ બાબતે ગ્રાઉન્ડ 0 પર આવી પરિસ્થિતિ જોવે તો ખબર પડે તેમ છે. કારણ કે ગામડામા જે લોકોને રોજગાર જોઈએ તેઓને રોજગારી મળતી નથી ની વાત બહાર આવી છે. નસવાડી તાલુકાના મોટા ભાગના ગામડાના લોકો હાલ જતા રહ્યા છે. ગામડામા મનરેગા યોજનાના કામ બધા ઓનલાઈન ચાલે છે. એટલે ગ્રાઉન્ડ 0 પર પરિસ્થિતિ કઈક અલગ છે. છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગામડામા ચાલતા મનરેગાના કામો આવીને જાતે ચેક કરે અને જે ગામડાના લોકો સૌરાષ્ટ્ર હજુ જઈ રહ્યા છે. તેને સમજ આપી જાગૃતિ અભિયાન ચલાવે તો તાલુકાના હજારો લોકો પ્લાયન ન થાય.

એકબાજુ મહાત્મા ગાંધી રોજગાર ગેરટી યોજના સરકારે અમલમા મૂકી છે. પરંતું તેની વ્યાખ્યા જ હવે બદલાઈ ગઈ છે. 100 દિવસની રોજગારી આપવાના નિયમો છે પરંતુ માલેતુજાર લોકોના ખાતા જોબકાર્ડમા મનરેગાનું ઓનલાઈન પેમેટ આવે છે. પરતું ગરીબો જેમને રોજગારની જરૂરિયાત છે. તેના જોબકાર્ડ અને ખાતા પણ ખુલતા નથી. આ સત્ય બહાર આવ્યું છે. હાલ તો નસવાડી તાલુકામા રોજગારીનો અભાવ હોઇ લોકો સૌરાષ્ટ્ર રવાના થયા છે. જે તંત્ર માટે પણ ચિંતાનો વિષય છે. જ્યારે ગામડા ખાલી થઈ રહ્યા છે. લોકો પરિવાર સાથે મજૂરી કામ માટે સૌરાષ્ટ્ર જતા રહ્યા છે. પરંતુ મનરેગાની કામગીરીમા ઓનલાઈન આંકડા રોજગારીના લાખ્ખોમા હાલ દેખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...