રોડની સમસ્યા:દેવલીયાથી નસવાડી હાઈવે પર પડેલા ખાડાથી લોકો પરેશાન, તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ જરૂરી

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પણ જવાબદાર અધિકારીઓ ધ્યાન આપતા નથી

નેશનલ હાઈવે 56નો રોડ દેવલીયા નસવાડીનો છે. જે રોડ નેશનલ હાઈવેના નામથી રોડ પર પડેલ ખાડાનું પુરાણ થાય અને વાહન ચાલકો સરળતાથી વાહન ચલાવી શકે તેવી કામગીરી તત્કાલ થાય. પરંતુ નર્મદા, છોટાઉદેપુર બે જિલ્લાની હદમા આવતો નેશનલ હાઈવે નંબર 56મા નર્મદા જિલ્લાના રાજપીપળા અને ભરૂચ નેશનલ હાઈવે માર્ગ મકાન વિભાગના અધિકારી ઓ ધ્યાન આપતા નથી. તેવું સ્પષ્ટ દેખાઈ પડ્યું છે. શીરા ગામ નજીક અને ગેગડિયા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 56મા 100 મોટા ખાડા પડી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

જે ખાડામાં નેશનલ હાઈવેના અધિકારી હજુ સુધી કોઈ મટેરિયલ નાખ્યું નથી. અને ન તો કોઈ ચૂંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્ય આ બાબતે ધ્યાન આપ્યું નથી. જેને લઈ વિસ્તારના ગ્રામજનોમા ભારે રોષ ઉઠ્યો છે. ખાસ તો ભાજપ સરકારમા સરકારી અધિકારીઓ ધ્યાન આપતા નથી. તેવી વાત હવે વધુ ચર્ચાને સ્થાને છે. કારણ કે નસવાડી દેવલીયા રોડ વચ્ચે જીવલેણ ખાડા પડ્યા છે.

રોડ પર કયા વાહન ચલાવું તે પરિસ્થિતિ જોઈ વાહન ચાલકો હેરાન છે. સાથે મીડિયામા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પણ જો નેશનલ હાઈવેના અધિકારી અને જિલ્લાના અધિકારીઓ ધ્યાન ન આપે તે બાબત નોંધ લેવા જેવી છે. અને અધિકારીઓ આ રોડ પર જાતે વાહન ચલાવી વાહન ચાલકોની મુશ્કેલી જોવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...