લોકોની માગ:ગઢબોરિયાદના રોડના પેચ વર્ક, રોડ સાઇડમાં જંગલ કટિંગનો અભાવ

નસવાડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઢબોરિયાદની ટિકિટ ફાટે પરંતુ ચોરામલ ચોકડીથી અંદર બસ આવતી નથી
  • રોડ પર પડેલા ખાડા અને રોડની બાજુના વૃક્ષ નડતર રૂપ બન્યા

છોટાઉદેપુર જિલ્લામાં એસટી અમારી સારી સવારી. હાથ ઉંચો કરો અને બસ ઉભી રાખોના મસમોટા સૂત્ર ફારસરૂપ બન્યા છે. એસટી બસમાં આજેપણ મુસાફરી કરવા વાળા લોકો છે. જેમાં નસવાડીના મુખ્ય સેન્ટર ગણાતા અને 150 ગામને જોડતા ગઢબોરિયાદ ગામમાં એસટી બસ આવતી નથી. એસટી બસમાં ઓનલાઇન ટિકિટ ફાટે છે, પરંતુ એસટી બસ નહીં આવવાનું કારણ સરકારી તંત્ર જ છે. છોટાઉદેપુર, કવાંટ તરફ થી આવતી એસટી બસ ચોરામલ ચોકડીથી ગઢબોરિયાદ અંદર આવે છે. જેમાં ભલે બસ એસટી બસ સ્ટેન્ડ સુધી ન જાય, પરંતુ અંદર આવે છે.

છેલ્લા કેટલાય મહિનાથી ચોરામલ ચોકડીથી ગઢબોરિયાદ અંદર આવતા ડામર રોડ ઉપર ખાડા પડ્યા છે. તો આજુબાજુ જંગલ જાડો ઉગી નીકળી છે. એટલે એસટી બસ વળાંક લે તોય આજુબાજુના બાઈક સવાર અટવાય તેવી પરિસ્થિતિ છે. ખાડાના પેચ વર્ક કરાતા નથી. આરસીસી રોડ ઉપર સિલકોટનો માલ નાખી વ્યવસ્થિત કામગીરી કરાય અને આજુબાજુ જંગલ કટિંગ કરાય તો ગામમાં બસ આવે તેમ છે નું ગ્રામજનો જણાવી રહ્યા છે. નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ આ બાબતે ધ્યાન આપે તેવી લોકોની માગ છે.

બસ આવતી નથી પરંતુ R&Bના સાહેબો પણ જોવા આવતા નથી
ટિકિટ ફાટે તોય બહાર જઈ બેસવું પડે એસટી બસ ગામમાં આવતી નથી. રોડ વ્યવસ્થિત કરાય તો સારુ. R&Bના અધિકારીઓ રોડ જોઈ એજન્સી પાસે કામગીરી કરાવે તો સારુ. આદિવાસી વિસ્તારમાં એસટી બસ નહીવત છે. પણ જે છે એનો પણ લાભ મળતો નથી. માટે જવાબદાર કોણ ?બસ આવે તો ડુંગર વિસ્તારના 150 ગામડાના લોકો ને લાભ મળે. > ઇન્તિયાઝ મેમણ, ગ્રામજન, ગઢબોરિયાદ

અન્ય સમાચારો પણ છે...