રોષ:56 સીટના બુકિંગ સામે 46 સીટની બસ આવતા મુસાફરોનો હોબાળો

નસવાડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુર્જર નગરીની જગ્યાએ સાદી બસમાં મુસાફરોને બે કલાક બાદ લઈ જવાયા
  • નસવાડીના ST બસ સ્ડેન્ડના કર્મચારીએ રિફન્ડ લઈ લોની વાત કરતાં રોષ

નસવાડી એસટી બસ સ્ટેન્ડ પર સાંજના 4:40 કલાકે બોડેલીથી ગારિયાધાર જવા માટે બસ આવે છે. જેમાં બેસવા માટે સારી સીટ હોય છે. અને તેનું ટીકીટ ભાડું પણ વધુ હોય છે. છતાંય અવાર નવાર સાદી બસ નસવાડી આવે છે. સોમવારના રોજ 56 મુસાફરોનું બુકિંગ હોવા છતાંય 46 સીટની બસ નસવાડી આવી હતી. જેને લઈ મુસાફરોએ ગારીયાધર જવા માટે 8 દિવસ પહેલાથી રિઝર્વેશન કરાવ્યું હતું. છતાંય બસ ઓછી સીટની આવતા બસ સ્ટેન્ડ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.

બે કલાક બાદ ડેપો મેનેજરની જાણ કરાઈ હતી. સુરતથી નસવાડી પહોંચેલ 52 સીટની સાદી સફેદ બસને ગારિયાધરના મુસાફરો લઈ મોકલવામાં આવી હતી. જેને લઈ મુસાફરોમા ભારે કચવાટ હતો. કારણ જે ગુર્જર નગરી લાલ બસનું ભાડું વધુ હતું. અન્ય 4 મુસાફરો ક્યાં બેસે તેને લઈ કકળાટ થયો હતો. મુસાફરોને રિફન્ડ લઈ લો અને બસમા ના જાવોની વાત એસટી કર્મચારીએ કરતા રોષ ઉઠ્યો હતો.

હેડ મેકેનિક, ટ્રાફિક ઈન્સ્પેકટરને જાણ કરી હતી
56નું બુકીંગ હોવાથી અમે હેડ મેકેનિક અને ટ્રાફીક ઈન્સપેક્ટરને બસ બાબતે વાત કરી હતી. છતાંય 46 સીટની બસ અમને અપાઈ હતી. મુસાફરોને બસમાં કઈ રીતે લઈ જવા. નસવાડી આવ્યા તો મુસાફરોએ કકળાટ કર્યો છે. > સુરેશભાઈ બારીયા, ડ્રાઈવર, એસટી બસ

આ બાબતે હવે અમે ધ્યાન આપીશું
નસવાડીમાં સુરત, બોડેલીની બસ આવી છે. તે 52 સીટની હોય છે. એ બસને અમે ગારીયાધર મોકલી આપીએ છે. આ બાબતે હવે અમે ધ્યાન આપીશું. > અશોક ચૌહાણ, ઈન્ચાર્જ ડેપો મેનેજર, બોડેલી

બુકિંગ અમે કરીએ છે, પછી બસ બદલાય તો મુસાફરો અમને બોલે છે
બુકીગ અમે કરીએ છે. અને આદિવાસી મુસાફરોને સુવિધા ન મળે અને બસ બદલાય તો અમારી સાથે ઝઘડા કરે છે. જે બસનું ભાડું વધુ છે. તેની જગ્યાએ બીજી સાદી બસ આવે તોય અમારે સાંભળવુ પડે છે. એસટી વાળા ધ્યાન આપે તો સારું. > અશ્વિન ગુપ્તા, એસટી બસનું ઓનલાઈન બુકીંગ કરનાર

અન્ય સમાચારો પણ છે...