નસવાડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અને ખેલ મહાકુંભ અંતર્ગત કબબડીની સ્પર્ધા ચાલી રહી છે. જેમાં વાડાતલવ ગર્લ્સ રેસિડનસી સ્કૂલમાં અભ્યાસ કરતી કન્યાઓને નસવાડી ખાતે કબબડીની સ્પર્ધામાં આવનું હતું. જે કન્યાઓને તેમના વાલીઓ બોડેલી ડેપોમા મુકવા ગયા હતા. કારણ કે જેતે શિક્ષકોએ આ કન્યાઓને બોડેલીથી બસમા તમને નસવાડી લઈ જવાનું જણાવેલ હતું. પરતું બોડેલીથી કોઈ વ્યવસ્થા ન થવાના કારણે વાલીઓને તેમની દીકરીઓ નસવાડી બાઈક પર લઇ જવાનું જણાવ્યું હતું. જેથી બાઈક પર જેતે વાલીઓ તેમની દીકરીઓને ધોમધકતા તાપમા નસવાડી ખાતે એકલવ્ય એકડમીના મેદાનમા કબબડીની સ્પર્ધા રમવા લાવ્યા હતા.
નસવાડી ખાતે વાલીઓ બાઈક લઈ અંદાજીત 60 કીમી દૂરથી આવ્યા હોઇ રોષ વ્યકત કર્યો હતો. એકબાજુ ગરમીનો પારો 43 ડીગ્રી પહોચ્યો છે અને બીજી બાજુ આદિવાસી દીકરીઓ વાલીઓને રમતને લઈ હાડમારી થઈ હતી. પાવીજેતપુર, બોડેલી આમ બન્ને તાલુકાની અંદાજીત 20 કન્યાઓ રમત રમવા બાઈક પર નસવાડી આવી હતી.
એકબાજુ આદિવાસી વિસ્તારના નામે રમત મહોત્સવ યોજાય ખેલ મહાકુંભ આઝાદી કા અમૃત મહોત્સવ. જ્યારે બીજી બાજુ આદિવાસી દીકરીઓને નસવાડી બાઈક પર લાવેલ ઉમેશભાઈ રાઠવા તંત્રની બેજવાબદારીને લઈ રોષ વ્યક્ત કર્યો હતો. અને જેતે શિક્ષકો અને અધિકારીઓ તેમના દીકરા-દીકરીને લઈ આવા તાપમા રમત રમાડવા બાઇકો પર લઈ જાય તેમ જણાવી વિરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.