વિવાદ:પાલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રથમ દિનેે જ શિક્ષણને બદલે સફાઇ કામમાં જોતર્યાં

નસવાડી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલા પ્રાથમિક શાળાના બાળકો દિવાળી વેકેશન બાદ શાળા શરૂ થયાના પહેલા દિવસે સફાઈની કામગીરી કરી રહ્યા છે. - Divya Bhaskar
પાલા પ્રાથમિક શાળાના બાળકો દિવાળી વેકેશન બાદ શાળા શરૂ થયાના પહેલા દિવસે સફાઈની કામગીરી કરી રહ્યા છે.
  • શાળામાં શિક્ષકો ઉભા હતા અને બાળકો સવારે 11 વાગે સફાઇ કામગીરી કરી રહ્યા હતા
  • શાળાના શિક્ષકોએ બાળકોને આવકારવાના બદલે સફાઈ કરાવી તે અયોગ્ય : ગ્રામજનો

નસવાડી તાલુકામા ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ થઈ છે. હજૂ વાલીઓ પાસે સંમતિ પત્ર મગાવના છે. પરતું દિવાળી વેકેશન પહેલા પણ આદિવાસી બાળકો શિક્ષણ મેળવવા શાળાએ આવતા જ હતા. હાલ ધો. 1થી 5ની શાળાઓ શરૂ થઈ ત્યારે નસવાડીની પાલા શાળામા બાળકો આવ્યા હતા. મોટી શાળા છે. છતાંય શિક્ષકો ઉભા હતા અને બાળકો 11 કલાકે સફાઈ કરી રહ્યા હતા.

નસવાડી તાલુકાની મોટા ભાગની શાળાઓમાં આદિવાસી બાળકોને સફાઈ અભિયાન કરાવવામાં આવે છે. સરકાર સ્વચ્છતાને લગતી ગ્રાન્ટ આપે છે. છતાંય પરિસ્થિતિ તેવી જ છે. કોરોના દરમ્યાન શાળામા બાળકો આવતા ન હતા. પરતું હવે આદિવાસી બાળકોને ભણવું છે. છતાંય બાળકોને પહેલા દિવસે શિક્ષણની જગ્યાએ સફાઈ કામમા જોતરી દેવાય તે કેટલું યોગ્ય તેવા પ્રશ્ન ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...