તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:નસવાડી CHCમાં 12 બેડ પર ઓક્સિજન કાર્યરત કરાશે

નસવાડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી સીએચસીમાં ઓક્સિજન પ્લાન્ટ આવ્યો તેની તસવીર. - Divya Bhaskar
નસવાડી સીએચસીમાં ઓક્સિજન પ્લાન્ટ આવ્યો તેની તસવીર.
  • CHCમાં નવીન ઓક્સિજન પ્લાન્ટ આવ્યો : દર કલાકે 5 હજાર લિટર ઓક્સિજન મળશે
  • નસવાડી તાલુકામાં ત્રીજી લહેર આવે પહેલા તંત્રે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવા કાર્યવાહી હાથ ધરાઈ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકો 212 ગામનો તાલુકો છે. જે રીતે કોરોના વાયરસની પ્રથમ લહેરમાં કોરોના વાયરસથી એટલા બધા લોકો સંક્રમિત થયા ન હતા. જ્યારે બીજી લહેરમા નસવાડી તાલુકાના અનેક ગામડા કોરોના વાયરસની ઝપેટમા આવ્યા હતા. જેમાં ખાસ તો નસવાડી તાલુકાના 212 ગામના સી એચ સીમા ઓક્સિજનની વ્યવસ્થા જેટલી જોઈએ તેટલી ન હતી. જેને લઈ દર્દીને રીફર કરવા પડતા હતા.

આખરે છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રીથી લઈ સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવી, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા સાથે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, ડીડીઓ મિહિર પટેલ, સિડીએચઓ મહેશ ચૌધરી સાથે સૌના પ્રયાસ થકી નસવાડી તાલુકાના 212 ગામની હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા મળે તે હેતુથી પ્લાન્ટની જોગવાઈ કરી છે.

તે મુજબ ઓક્સિજન પ્લાન્ટ નસવાડી આવ્યો હતો અને નસવાડી મામલતદાર, ટીડીઓ, ટીએચઓ બધા જ હાજર રહી આ પ્લાન્ટને કાર્યરત કરવાની જગ્યાએ હાલ મુકાવ્યો છે. હજુ તેનું ઇન્સ્ટોલ સાથે અન્ય કામગીરી તત્કાલ પૂર્ણ થશેનું ટીડીઓ જણાવ્યું છે. 12 બેડ પર ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ થશે. નસવાડી તાલુકામા ત્રીજી લહેર આવે પહેલા તંત્રે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવા કાર્યવાહી હાથ ધરી છે. આ પ્લાન્ટ થકી દર કલાકે 5 હજાર લીટર ઓક્સિજન મળશેનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...