તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નસવાડીમાં અસ્થિર મગજની મહિલાએ કારના કાચ તોડતાં રોષ

નસવાડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડી ટાઉનમા ફરતી અસ્થિર મગજની મહિલા દ્વારા મેદાનમા પડી રહેલી કારના પાછળના ભાગે પથ્થર મારી કાચ તોડ્યા હતા. - Divya Bhaskar
નસવાડી ટાઉનમા ફરતી અસ્થિર મગજની મહિલા દ્વારા મેદાનમા પડી રહેલી કારના પાછળના ભાગે પથ્થર મારી કાચ તોડ્યા હતા.
 • સ્ટેટ આર એન્ડ બીના રેસ્ટ હાઉસના મેદાનમાં કાર પડી હતી
 • મહિલાને પકડી વડોદરા મેન્ટલ હોસ્પિટલમાં મુકવા માગ

નસવાડી ટાઉનના સ્ટેશન રોડ પર આવેલ સ્ટેટ આર એન્ડ બીના રેસ્ટ હાઉસ જે વર્ષોથી છે. તેના મેદાનમાં નસવાડીના ગ્રામજનો કાર મૂકે છે. ત્યારે મોડી સાંજના નસવાડી ટાઉનમા ફરતી અસ્થિર મગજની મહિલા દ્વારા મેદાનમા પડી રહેલી કારના પાછળના ભાગે પથ્થર મારી કાચ તોડ્યા હતા. આ બાબતની જાણ કાર માલિકની પત્નીને થતા તે સ્થળ પર દોડી ગયેલ અને તરત જ આજુબાજુ આ અસ્થિર મગજની મહિલાની તપાસ શરૂ કરી હતી અને રોષ વ્યકત કર્યો હતો. અસ્થિર મગજની આ મહિલા દરરોજ નસવાડી ટાઉનમાં લાકડી લઈને ફરે છે. જે કોઈ તેને રોકડ રકમ ન આપે તો તેના પર લાકડી ઉગામે છે.

સરકારી ઓફીસમા પણ આ અસ્થિર મગજની મહિલાનો ત્રાસ છે. ત્યારે નસવાડી પોલીસ આવી મહિલાને પકડીને વડોદરા મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવે તેવી ગ્રામજનોની માંગ છે. કારણ કે દરરોજ અસ્થિર મગજની મહિલાનો ત્રાસ ગ્રામજનો ભોગવીને હવે દુઃખી થયા છે. કારના કાચ તોડતા ગ્રામજનોમા રોષ છે. 10થી વધુ કાર પડી હોય એક વ્યક્તિ આ અસ્થિર મગજની મહિલાને ભગાડી દેતા અન્ય કારના કાચ તૂટ્યા ન હતા. બાકી તો અન્ય કાર પર પથ્થર મારી બીજી કારને પણ નુકસાન થતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો