તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:જીતપુરા તરફ જતા રોડના ધોવાણના 1 વર્ષ બાદ પણ મરામત ન કરાતાં રોષ

નસવાડી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે નસવાડીમાં વરસાદથી અનેક રોડનું ધોવાણ થયું હતું
  • ચોમાસામાં વધુ ધોવાણ થતા રોડ બંધ થાય તેવી શક્યતા

નસવાડી તાલુકાના 212 ગામ આવેલા છે. જેમાં કેટલાંય ડામર રોડ હજુ પાકા બન્યા નથી. જ્યારે આ રોડની દેખરેખની જવાબદારી નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગની છે. તેમાં ચોમાસા પહેલા રોડના પેચ વર્ક તેમજ અન્ય જરૂરી કામગીરી કરવાની જવાબદારી પંચાયત માર્ગ મકાનની છે.

ગત વર્ષે નસવાડીમાં વરસાદથી અનેક રોડનું ધોવાણ થયું હતું. જેમાં પેચ વર્ક તેમજ મોટા ખાડાના પુરાણની કામગીરી કરવાની જરૂર જણાઈ હતી. છતાંય નસવાડી પંચાયત માર્ગ મકાન વીભાગ ધ્યાન આપ્યું નથી. જેને લઈ નસવાડી નજીક આવેલ જીતપુરા ગામ તરફ જતા મુખ્ય ડામર રોડના મધ્યની બાજુમા મોટી માત્રમા રોડનું ધોવાણ થયું છે. જે ધોવાણ થયાના વર્ષ વીતી ગયા બાદ હજુ કોઈ ધ્યાન આપ્યું નથી.

ચૂંટણીમા પણ આ મુદ્દો રજૂઆત કરાઈ હતી. છતાંય નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગ ધ્યાન આપ્યું નથી. હવે ચોમાસા પહેલા રોડનો મોટો ખાડો પુરવા માંગ ઉઠી છે. જીતપુરાના રમણ ભીલના જણાવ્યા મુજબ બે મીટર રોડની વચ્ચે હવે જગ્યા છે. કોઈ મોટો અકસ્માત બને તો કોણ જવાબદાર? કેનાલના રોડ તરફથી હમણાં અવરજવર વધુ છે. તો વહેલી તકે આ ખાડો પુરાય તેવી માંગ છે. આ ખાડા પાસે પંચાયત તરફ જતી ઈન્ટરનેટના કેબલ લાઈન પર કોઈ સળગાવી છે. તે પણ રિપેરિંગ કરાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...