તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:ગઢબોરીયાદ, કાધા વચ્ચે સ્લેબ ડ્રેઈનનું કામ શરૂ નહીં કરાતાં ગ્રામજનોમાં રોષ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લો લેવલ કોઝવેથી કાર તણાઈ હતી તે તસવીર - Divya Bhaskar
લો લેવલ કોઝવેથી કાર તણાઈ હતી તે તસવીર
  • વર્ષ 2019માં ચોમાસામાં લો લેવલ કોઝવેથી કાર તણાયા બાદ સ્લેબ ડ્રેઈન મંજૂર કરાયો છે
  • નાયબ મુખ્યમંત્રીએ ડિસેમ્બર 2020માં ખાતમુહૂર્ત કર્યું હતું, 100થી વધુ ગામડાને કોઝવે અસર કરે છે

નસવાડીથી ગઢબોરીયાદ અને કાધા રોડ વચ્ચે લો લેવલનો કોઝવે આવે છે. જે લો લેવલનો કોઝવે દર ચોમાસામાં વરસાદ હોય એટલે પાણી ઉપરથી જતું હોય એટલે રોડ બંધ થઈ જાય છે. 100થી વધુ ગામડાના લોકો આ કોઝવેથી પસાર થતા હોય બધો વાહન વ્યવહારથી લઈ જનજીવન ઠપ્પ થઈ જાય છે. આ લો લેવલના કોઝવે પર 2019માં એક કાર તણાઈ હતી. જે કાર 100 મિટર દૂર આવેલા ચેકડેમ પર અટકી હતી. જેમાં સવાર ચાર લોકોને જીવના જોખમે લોકોએ બચાવ્યા હતા.

જે ઘટના ગંભીર હોય સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવીની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત બાદ આ લો લેવલના કોઝવે પર પાંચ ગાળાનો મોટો સ્લેબ ડ્રેઈન બનાવવા સાથે ગઢબોરીયાદથી સેંગપુર સુધીનો રસ્તો 6 કરોડનો મંજૂર થયો હતો. જેને લઈ આ કોઝવે જલ્દી બને અને ગ્રામજનો ચોમાસામાં દુઃખી ન થાય માટે નાયબ મુખ્યમંત્રીએ તારીખ 14 ડિસેમ્બર 2020ના રોજ ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે વિસ્તારના લોકોમાં ખુશી હતી. હવે 6 માસ થયા છતાંય નાયબ મુખ્યમંત્રીનું જે કામ પહેલું પ્રાયોરિટી પર લેવાનું હતું.

તેના પર છોટાઉદેપુર જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજેનરથી લઈ નસવાડી પંચાયત, આર એન્ડ બી વિભાગે ધ્યાન આપ્યું નથી. જેને લઈ આ વર્ષે પણ ફરી તેજ દુઃખ 100થી વધુ ગામડાના લોકો ચોમાસામા હેરાન થવાના છે. ખરેખર તો જે પહેલી જરૂરિયાત હતી તે કામ હાથ પર લેવાયું નથી અને લેવાયું હોત તો હમણાં કામ ટોપ લેવલ પર પહોંચ્યું હોત, જેને લઈ આ વિસ્તારના લોકોમા ભારે નારાજગી વર્તાઈ છે.

અન્ય સમાચારો પણ છે...