તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંદકી:અશ્વિન નદીના પટમાં કચરો ઠલવાતાં ગ્રામજનોમાં રોષ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોરનો કચરો ઠલવાય છે

નસવાડીની અશ્વિન નદી જે નદીમા પાણી આવે તો તેનું પાણી એકદમ ચોખ્ખું હોય છે અને પાણી પણ નદીમા વહેતુ રહે છે. હાલ નસવાડીના દરગાહ, કબ્રસ્તાન જવાના રસ્તેની બાજુમા અશ્વિન નદીના પટમાં દરરોજ ટ્રેક્ટરો ભરી ગ્રામ પંચાયત કચરો ઠાલવે છે. જે કચરો ડોર ટુ ડોરનો હોય છે અને આ કચરો ઠલવાતા જોઈ હવે નસવાડીના કેટલાય ગ્રામજનો પોતાના વાહનો પણ આ જગ્યા પર લાવી કચરો ઠાલવે છે. જે કચરાની દુર્ગધ પણ ભારે વિસ્તારમા ફેલાય છે. ખાસ તો કૂતરા અને ભુડો હવે આ જગ્યા પર પોતાનો વાસ બનાવ્યો છે.

અશ્વિન નદીના પટમા ડોર ટુ ડોરનો કચરો ગ્રામ પંચાયતના ટ્રેક્ટરો દ્વારા ઠલવાતા આજુબાજુના ગ્રામજનોમા રોષ ઉઠ્યો છે. ખાસ તો ગ્રામ પંચાયત પાસે ગ્રાન્ટ આવતી હોય કચરાના નિકાલ માટેની નિયમ મુજબ વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ અન્ય સરકારી અને ગ્રામ પંચાયતની હદની અનેક જગ્યાઓ છે. તેમાં કચરો ઠાલવી તેનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. પરતું હાલ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપ સરપંચ, તલાટી અશ્વિન નદીના પટમા આવી ચારે બાજુ મોટી માત્રમાં કચરો કેટલો છે તે જોવો જરૂરી છે. સ્થાનિક ગ્રામજનોની એક માંગ છે આ અશ્વિન નદીમા આ રીતે કચરો ઠાલવવા કોણે કહ્યું. તે હવે પ્રશ્નો ઉભા થયા છે. ખાસ તો દરગાહ જવાના રસ્તેની બાજુમા આ કચરો સળગતો હોય છે. તો તેના ધુવાળાથી શ્વાસ અને આરોગ્ય લક્ષિ શરીરને પણ નુકશાન થાય તેવું પ્રદુષણ ફેલાય છે. આ બાબતે ટીડીઓ નસવાડી તત્કાલ કાર્યવાહી કરે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...