હાલાકી:સિંધીપાણીથી રણબોરના રસ્તા પર કોઝવેની મરામત ન થતાં ગ્રામજનોમાં રોષ

નસવાડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓ પ્રાથમિક પ્રશ્નો પણ હલ નથી કરતા
  • 40 મીટરની​​​​​​​ લંબાઈના કોઝવેનો સ્લેબ ધોવાયો છે

નસવાડી તાલુકાના એવા કેટલાય ગામડાઓ છે. ત્યાં હજુ તંત્ર પોહચ્યું જ નથી. અને પોહચ્યું હશે તો કામગીરી કરતું નથી. તેમ લાગી રહ્યું છે. નસવાડીના ડુંગર વિસ્તારના સિંધીપાણીથી રણબોર જવાનો રસ્તો છે. જે રસ્તાની હદનો ડામર રોડ પંચાયત માર્ગ મકાન વિભાગ નસવાડીનો છે. અને જે જગ્યાએ કોઝવે તૂટ્યો છે. તેનાથી 100 મિટર ઉપર રણબોર જવાના રસ્તા સુધી વર્ષો જૂનો ખખડધજ ડામર રોડ છે. પછી ડામર રોડ નથી. પરંતુ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના અનેક ગામના લોકો આ રસ્તે અવર જવર કરતા હોય છે.

પરંતું છેલ્લા પાંચ વર્ષથી 40 મિટરની લંબાઈ ધરાવતા કોઝવેનો સ્લેબ જ ધોવાઈને તૂટી ગયો છે. હાલ કોઝવેની બાજુમા ફક્ત ચાર ફૂટ જગ્યા છે. હમણાં પણ પાણી કોઝવે પરથી વહી રહ્યું છે. જ્યારે બાજુમા કીચડ છે. એટલે મોટુ વાહન પસાર થતું નથી. દુગધા ગામે કડુલીમહુડી ગામે સરકારી કાર્યક્રમોમાં આ બાબતે રજુઆત કરાઈ હતી પરંતુ કોઝવે રિપેરીગ તો દૂર કોઈ જોવા પણ નથી આવ્યુંનું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે.

ગામમાં અધિકારીઓ આવે તો ખબર પડે
વિકાસની વાત સરકાર કરે છે. મોટા કાર્યક્રમોમા ગ્રામજનોએ અરજીઓ આપી છે. છતાંય કોઝવે રિપેરીગ ન કરાયો કે કોઈ સ્થળ પર જોવા આવ્યું નથી. રોડ વિભાગ અમારા રોડને જોવા આવ્યા નથી. સિંધીપાણીમા અધિકારીઓ આવે તો ખબર પડે કેવો રસ્તો છે. કોઝવે વ્યવસ્થિત થાય તેવી અમારી માંગ છે. - રમેશભાઈ ભીલ, ગ્રામજન

અન્ય સમાચારો પણ છે...