ગ્રામજનોમાં રોષ:નસવાડીના પાલસર, કાંધાને જોડતો રોડ 10 વર્ષથી નવો ન બનતાં ગ્રામજનોમાં રોષ

નસવાડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકા ના પાલસરથી કાંધાને જોડતાં રોડથી 100થી વધુ ગામના ગ્રામજનો પોતાના નાના મોટા વાહન લઈ પસાર થાય છે. દસ વર્ષ થયાં છતાંય આ 13 કિમી લંબાઈ ધરાવતા રોડની સપાટી એટલી ખરાબ થઈ છે કે બાઈક સવારોને બાઈક કયા ચલાવી તે મોટો પ્રશ્ન છે. વર્ષોથી આ રોડ પર જિલ્લા સદસ્યો પસાર થાય છે. પરતું ચૂંટાયેલા પ્રતિનિધિ પાંચ વર્ષે ગામડામાં દેખાતા હોય આ રોડ બાબતે ધ્યાન આપતા નથી. વાહન ચાલક પ્રવીણભાઈએ રોડની સપાટી બાબતે ભારે રોષ વ્યકત કરી તેમને જણાવ્યું હતું કે, છોટાઉદેપુર સ્ટેટ હાઇવેના અધિકારીઓ આ રોડની મુલાકત કરે તો તેમને ખબર પડે બાઈક કઈ રીતે અને ક્યાં ચાલે છે.

રોડના કારપેટ, સિલકોટ ઉખડી ગયા હોય બાઈક રેલાઈને ચાલે છે અને બીક લાગે એ રીતે બાઈક ચાલે છે. રાતના કેટલાય બાઈક સવાર આ ખરબચડા રોડને લઈ અકસ્માત થયા છે. કાર્યપાલક ઇજેનર, ડે ઇજેનર, એસ ઓ બધા વારાફરતી આ રોડ પર બાઈક સવારી કરે તેવી આજુબાજુના વાહન ચાલકો માગ કરી છે. કારણ કે વર્ષોથી આ નસવાડી તાલુકાના ગામડાને જોડતો જીવ સમાન ડામર રોડ સ્ટેટ આર એન્ડ બી બનાવતીના હોય વાહન ચાલકોમા રોષ ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...