તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નસવાડી CCI સેન્ટર પર અધિકારીઓ સમયસર ન આવતાં ખેડૂતોમાં ભારે રોષ

નસવાડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
જીનનો ગેટ પોલીસ ખોલાવી વાહનો અંદર લીધા હતા. - Divya Bhaskar
જીનનો ગેટ પોલીસ ખોલાવી વાહનો અંદર લીધા હતા.
 • સવારના 10 વાગ્યા સુધી કપાસ ખરીદી શરૂ ન થતાં ખેડૂતો બેસી રહ્યા
 • નસવાડી પોલીસે જાતે આવીને ગેટ ખોલી જીનમાં વાહનોને પ્રવેશ આપ્યો

નસવાડી ટાઉનના કપાસ ખરીદ સેન્ટર સીસીઆઈ કેન્દ્ર પર રવિવાર રાતથી વહેલી સવાર સુધી મોટી માત્રમા ખેડૂતો કપાસ વેચવા માટે સીસીઆઈ સેન્ટર પર આવ્યા હતા. જેને લઈ ટ્રેકટરથી લઈ અન્ય સાધનોની લાંબી લાઈનો નસવાડી ટાઉનના મુખ્ય બજારમા થઈ હતી. વાહનોની લાંબી લાઈનો પડતા નસવાડી ટાઉનના વેપારીઓ પણ વેપારને લઈ મુંઝવણમા મુકાયા હતા. 10 વાગ્યા સુધી નસવાડી સીસીઆઈ ખરીદ કેન્દ્ર પર ખરીદી શરૂ થઈ ન હતી. આખરે નસવાડી ટાઉન પોલીસ સીસીઆઈ ખરીદ કેન્દ્ર પર પહોંચી હતી અને જાતે જ ગેટ ખોલાવીને કપાસ ભરેલા સાધનો અંદર લેવડાવ્યા હતા અને ખેડૂતોને ટોકન અપાવ્યા હતા. નસવાડીના કપાસ ખરીદ સેન્ટર પર વાહનો મુકવા માટે મોટી જગ્યા હોવા છતાંય ખરીદ કેન્દ્ર પર અધિકારીઓ દ્વારા કોઈ આયોજન કરાતું ન હોય જેને લઈ વાહનોની લાંબી લાઈનો નસવાડીના મુખ્ય રસ્તા પર લાગતી હોય છે. સાથે નસવાડી માર્કેટ દ્વારા પણ આ બાબતે ધ્યાન અપાય તેવી વેપારીઓની માંગ છે. સાથે ખેડૂતો સીસીઆઈ ખરીદ કેન્દ્ર પર અન્ય ગામથી આવતા હોય ખરીદી સમયસર શરૂ થતી નથી.

જેને લઈ ખેડૂતો કલાકો સુધી પોતાના વાહનો લઈ બેસી રહેતા હોય છે. ત્યારે આ બાબતે અમદાવાદ ખાતે સીસીઆઈની મુખ્ય ઓફીસ પર એક જાગૃત ખેડૂત દ્વારા કપાસ કેન્દ્ર વહેલા શરૂ કરવા માંગ કરી છે. સીસીઆઈ અધિકારીનો ચાર્જ 3 જગ્યાએ હોય તેઓ પણ મુંઝવણમા મુકાયા છે અને સમયસર જેતે સેન્ટર પહોંચી શકતા નથી. સીસીઆઈ દ્વારા કપાસ ખરીદ દરરોજ કરાતી ન હોય જેને લઈ ખેડૂતો મોટી માત્રમાં આવતા હોય છે. નસવાડી ટાઉનમા કપાસ ખરીદ કેન્દ્ર પર સર્જાયેલી અવ્યવસ્થાને લઈ નસવાડી પોલીસ દરમ્યાનગીરી કરવી પડી હતી. એકંદરે જગત નો તાત જ દુઃખી થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો