તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી જંગ:નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠકો પૈકી 14 પર ભાજપ-કોંગ્રેસમાં જંગ થશે

નસવાડી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતની 5 બેઠકો પૈકી વઘાચ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
 • અન્ય બેઠકો પર અપક્ષ અને બસપના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે

નસવાડી તાલુકામા ચૂંટણીને લઈ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા ત્યારબાદ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચાયા બાદ નસવાડી તાલુકાની 22 તાલુકા પંચાયત બેઠક અને 5 જિલ્લા પંચાયત બેઠકોને ચૂંટણી જંગમાં મુખ્ય પક્ષ ભાજપ , કોંગ્રેસ આ બન્ને પક્ષ વચ્ચે સીધી ટક્કર છે, જેમાં નસવાડી તાલુકાની બરોલી, ચામેઠા, જેમલગઢ, નસવાડી (૧), પાલા,મોધલા, ભીલ બોરીયાદ, રતનપુરા(ન), નવગામ, ગોયાવાટ, વકલાં, બગલીયા, વઘાચ, ઝેર આમ કુલ 14 બેઠકો પર ભાજપ કોંગ્રેસની સીધી ટક્કર છે જ્યારે આમરોલી, ધારસીમેલ, જીતનગર, કડુલીમહુડી, કુકરદા, નસવાડી(૨), સાકળ(ત) , તરોલ આમ 8 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, બસપ અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામશે.

જ્યારે નસવાડી તાલુકાની 5 જિલ્લા પંચાયત બેઠકમાંથી વઘાચ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ, કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ છે જ્યારે નવગામ, બરોલી, નસવાડી, કુકરદા આ ચાર બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, બસપ ,અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. નસવાડીના ચૂંટણી અધિકારીઓ દ્વારા બધાને ચૂંટણીલક્ષી ગાઈડલાઈન સાથે ખર્ચના વિગત અને અન્ય બાબતે સમજ આપી છે ત્યારે ભાજપ કોંગ્રેસ કે પછી બસપ અને અપક્ષ કોણ ચૂંટણીમાં વિજેતા થાય છે તે ચૂંટણી પૂર્ણ થયા બાદ ખબર પડશે. હાલ તો બધા જ પક્ષ ચૂંટણીના પ્રચારમાં ગામડામાં લાગી ગયા છે અને મતદારોને વચનો આપવાની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો