આવેદન:‘ખ્રિસ્તમાં નવુ જીવન’ આધ્યાત્મિક મેળાનો હિન્દુ સંગઠન દ્વારા વિરોધ

નસવાડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંકડીબારી ગામે યોજાનાર ‘ખ્રિસ્તમાં નવુ જીવન’ આધ્યાત્મિક મેળાનો હિન્દુ સંગઠન વિરોધ સાથે મામલતદાર, પીએસઆઈને આવેદનપત્ર આપ્યું હતું. - Divya Bhaskar
સાંકડીબારી ગામે યોજાનાર ‘ખ્રિસ્તમાં નવુ જીવન’ આધ્યાત્મિક મેળાનો હિન્દુ સંગઠન વિરોધ સાથે મામલતદાર, પીએસઆઈને આવેદનપત્ર આપ્યું હતું.
  • સાંકડીબારી ગામે યોજાનાર કાર્યક્રમ સંદર્ભે આવેદનપત્ર અપાયું
  • આ કાર્યક્રમમાં દારૂ, માંસ, મટન, લોભ, લાલચ, ડર આપી 50થી વધુ કુટુંબોને ધર્માંતરણની પ્રવુત્તિ કરવાના છે, જે ન જ થવું જોઈએ: સ્વામી નિજાનંદગીરી

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કિનારે આવેલ સાકળીબારી ગામે ‘ખ્રિસ્તમાં નવુ જીવન’ના બેનર હેઠળ તા. 9 અને 10 ના રોજ આધ્યાત્મિક મેળાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે કાર્યક્રમમા ધર્માણતરણની પ્રવુતિ થનાર હોઇ હિન્દુ સંગઠનોએ નસવાડી મામલતદાર, પી એસ આઈને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો છે. કાર્યકમમા દારૂ, માસ, મટન, લોભ, લાલચ, ડર બતાવી 50થી વધુ કુટુંબોનું ધર્માતરણ થવાનું હોય હિન્દુ સંગઠનના સ્વામી નિજાનંદગીરીએ મામલતદાર ઉગ્ર રજુઆત કરી છે.

છોટાઉદેપુર જિલ્લાના અંતરીયાળ નસવાડી તાલુકાના સાંકડીબારી ગામે ધર્માન્તર પ્રવૃત્તિ રોકવા નસવાડી મામલતદાર, પી એસ આઈને હિન્દુ સંગઠન તેમજ સરપંચો તાલુકા જિલ્લા સભ્યોની હાજરી સાથે આવેદન પત્ર અપાયું હતું. નસવાડીના અંતરીયાળ ડુંગર વિસ્તારમાં નર્મદા નદી પસાર થાય છે. નર્મદા સામે કીનારે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલી છે.

મહારાષ્ટ્ર રાજ્યના ખ્રિસ્તી મિશનરી દ્વારા નર્મદાની આપાર નસવાડી તાલુકાના સાંકડીબારી ગામે ‘ખ્રિસ્તમાં નવુ જીવન’ના બેનર હેઠળ તા. 9 અને 10ના રોજ આધ્યાત્મિક મેળાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે કાર્યક્રમ થવો ન જોઈએ તેમજ કાર્યક્રમની કોઈ પરવાનગી ન હોઇ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી આ વિસ્તારના લોકોને ભ્રમિત કરી જે હિન્દુઓ છે તેમને લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવના હોઇ આ બાબતને લઈ આવેદનપત્ર અપાયું છે.

મોટી માત્રમા હિન્દુ સંતો તેમજ તાલુકાના આગેવાનો હાજર રહી મામલતદારને મૌખિક ઉગ્ર રજુઆત કરાઈ હતી. ખાસ તો આ કાર્યક્રમ નર્મદાનો કિનારો હોય મહારાષ્ટ્રથી દારૂ, માસ, મટન લાવી લોભ, લાલચ, ડર આપી 50થી વધુ કુટુંબોને ધર્માંતરણની પ્રવુતિ કરવાના છે. જે ન થવું જોઈએ ને લઈ ઉગ્ર રજુઆત સ્વામી નિજાનંદગીરીએ નસવાડી મામલતદારને કરી છે. તેમજ આ કાર્યક્રમ થશે તો તેની સામે અમે રામધૂનનો કાર્યક્રમ કરવાનું હિન્દુ સંગઠનોએ જણાવ્યું છે.

મહારાષ્ટ્રમાંથી ધર્માંતરણને લગતી પ્રવુત્તિ કરવાના હોવાથી અમે વિરોધ કરીએ છીએ
આદિવાસી ભીલ પરિવારને મહારાષ્ટ્રમાંથી ખીસ્ત્રી ધર્મને લગતા કાર્યક્રમનું આયોજન કરાયું છે. પરંતુ તે ફક્ત ધર્મ પરિવર્તનને લગતા કાર્યક્રમો છે. અમે હિન્દુ સંગઠનો આ કાર્યક્રમનો વિરોધ કરીએ છે. કાર્યક્રમ થશે તો સાથે સાથે રામધૂનનો કાર્યકમ યોજી તે કાર્યક્રમ નિષફળ બનાવીશું. - સ્વામી નિજાનંદગીરી મહારાજ

અન્ય સમાચારો પણ છે...