બેદરકાર તંત્ર:ખાતમુહૂર્ત કર્યાના 5 મહિના બાદ પણ કામગીરી શરૂ કરાઈ નથી, 31 મેના રોજ નસવાડી તાલુકાની 13 ગ્રામ પંચાયતનું ખાત મુહૂર્ત કરાયું હતું

નસવાડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાની જીતપુરા ગ્રામ પંચાયતનું ખાત મુહૂર્ત 31 મેના રોજ કરવામાં આવ્યું હતું. જ્યારે - Divya Bhaskar
નસવાડી તાલુકાની જીતપુરા ગ્રામ પંચાયતનું ખાત મુહૂર્ત 31 મેના રોજ કરવામાં આવ્યું હતું. જ્યારે
  • ગ્રામ પંચાયતની ચૂંટણી આવી ગઈ હવે કામગીરી કરશે કોણ?

નસવાડી તાલુકાની 60 ગ્રામ પંચાયત છે. જેમાં મોટા ભાગની ગ્રામ પંચાયત જર્જરીત છે. જે પરિસ્થિતિ અગાઉના ડીડીઓ મિહિર પટેલ જોઈ હતી. અને તેમની સીધી દેખરેખ હેઠળ તત્કાલ નસવાડી તાલુકાની 13 ગ્રામ પંચાયત અને છોટાઉદેપુર જિલ્લાના અન્ય તાલુકાની ગ્રામ પંચાયત નવીન બને તે માટે નરેગા યોજના હેઠળ કામગીરી કરવાની હાંકલ કરાઈ હતી. 31 મેં 2021ના રોજ નસવાડી તાલુકાની 13 ગ્રામ પંચાયતનું ખાત મુહૂર્ત કરાયું હતું. જેના 5 માસ પૂર્ણ થઈ ગયા અને 6 માસ પૂર્ણતાને આરે છે. છતાંય ગ્રામ પંચાયતના થયેલ કામગીરીના ખાત મુહૂર્ત બાદ હજુ નવીન ગ્રામ પંચાયત બનાવની શરૂ થઈ નથી.

હાલમાં પાલા ગ્રામ પંચાયતના માત્ર પાયા ખોદી પડી રહ્યા છે. કામગીરી શરૂ કરવામાં આવી નથી.
હાલમાં પાલા ગ્રામ પંચાયતના માત્ર પાયા ખોદી પડી રહ્યા છે. કામગીરી શરૂ કરવામાં આવી નથી.

નસવાડી તાલુકામા નરેગા યોજના હેઠળ આ કામગીરી કરવાની છે. છતાંય તાલુકા અને જિલ્લાના નિયામકને કોઈ રસ નથી તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નસવાડી તાલુકામા નરેગા યોજના હેઠળ એપ્રિલ 2021થી જૂલાઈ 2021 આમ ચાર માસમા લાખ્ખો રૂપિયા મજૂરી કામના ચૂકવાયા છે. જેમાં ફક્ત ચેકડેમો, તળાવ, કાસ સફાઈ જેવા કામ લેવાયા હતા. તો પછી ગ્રામ પંચાયત નવીન બનાવની કામગીરી હાથ પર કેમ લેવાઈ નથી? તે મોટો પ્રશ્ન સર્જાયો છે.

હવે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે. ત્યારે સરપંચો બદલાઈ જશે. અને ગ્રામ પંચાયતની કામગીરી ટલ્લે ચડી જશે. તો જવાબદાર કોણ? અગાઉના ડીડીઓ મિહિર પટેલ ગ્રામ પંચાયત સારી બને તેવા પ્રયાસો કર્યા હતા. તેઓની બદલી થઈ ગઈ છે. તો નવા ડીડીઓ નવીન ગ્રામ પંચાયતનું કામ શરૂ થયું નથી. બાબતે કોઈ અધિકારીએ ધ્યાન દોર્યું છે કે નહીં? તે મોટો પ્રશ્ન સર્જાયો છે. આ બાબતે હવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...