સર્વેક્ષણ:શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં 713માંથી 45 શિક્ષક જ આવ્યાં

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકામા યોજાયેલ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પેપર લખી રહ્યા છે. - Divya Bhaskar
નસવાડી તાલુકામા યોજાયેલ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પેપર લખી રહ્યા છે.
  • નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે એકલા બેસી પરીક્ષા આપી
  • શિક્ષકો સ્કૂલમાં આવ્યા પણ સજ્જતા સર્વેક્ષણમાં ન જોડાયાં

નસવાડી તાલુકાના 19 સી આર સી સેન્ટરમા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ 2021ને લઈ શિક્ષકોની પરીક્ષા યોજાઈ હતી. જેમાં નસવાડી તાલુકાના મોટા ભાગના શિક્ષકો આ પરીક્ષા આપવાથી અળગા રહ્યા હતા. જેમાં નસવાડી તાલુકાના કુલ 713 શિક્ષકો શાળામા તેમની શિક્ષણને લગતી કામગીરીને લઈ હાજરી આપી હતી. જેમાં 668 શિક્ષકો શાળામા હાજર રહ્યા હતા. જ્યારે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ 2021ને પરીક્ષાને લઈ ફકત 45 શિક્ષકોએ પરીક્ષા આપી હતી. ટકાવારીમાં નસવાડી તાલુકામાં 94 ટકા શિક્ષકો આ કામગીરીથી અળગા રહ્યા હતા. નસવાડી તાલુકામા ફક્ત 6 ટકા શિક્ષકોએ પરીક્ષા આપી હતી.

નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્રસિંહ તેમની શાળાના વર્ગમા એકલા પરીક્ષા આપવા બેઠા હતા. તેઓએ આ સર્વેક્ષણની પરીક્ષા મરજીયાત હોઇ શિક્ષકો તેમને યોગ્ય લાગે તે કરી શકે છે. અમે કોઈને જબરજસ્તી કરી શકતા નથી. અને શિક્ષકોના હિતને લઈ સંઘ વર્ષોથી તેમના પ્રશ્નો ઉઠાવે છે, તેમ જણાવ્યું છે.

જ્યારે નસવાડી તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ નિલેશભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ શિક્ષકો અમારા અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યએ આપેલ સૂચનાને અનુસર્યું છે. જેની અમને ખુશી છે. નસવાડી તાલુકાના 19 સી આર સી સેન્ટર ખાતે યોજાયેલ પરીક્ષામા 10 સેન્ટરમા 0 સંખ્યા શિક્ષકોની હતી. જ્યારે 9 સેન્ટરો પર 45 શિક્ષકોએ પરીક્ષા આપી હતી. જેમાં ગઢબોરીયાદમા સૌથી વધુ 24 શિક્ષકો પરીક્ષા આપી હતી. એકંદરે નસવાડી તાલુકામા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો હતો. તેમ શિક્ષકોમા ચર્ચા ઉઠી હતી. રાજ્ય સરકારની ઓનલાઈન એટેન્ડડેન્ડ સિસ્ટમ બપોર બાદ બંધ થઈ હોઇ શિક્ષકોની હાજરીને લઈ મુંઝવણમા મુકાયા હતા.

કરજણ તાલુકામાં 485માંથી 138 શિક્ષકોએ જ ભાગ લીધો
ગુજરાત સરકર દ્વારા શિક્ષકો માટે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ માટેની મરજિયાત કસોટી રાખવમાં આવેલ હતી. જેમાં કરજણ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકોમાંથી શિક્ષણ સજ્જતા સર્વેક્ષણમાં 485 શિક્ષકોમાંથી 138 શિક્ષકોએ ભાગ લીધો હતો. આમ સદાય માટે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં નિપૂણ શિક્ષકોએ પોતાની પરીક્ષા આપી નથી. આમ માત્ર 138 શિક્ષકોએ પોતાની નૈતિક ફરજ સમજીને શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટીમાં ભાગ લીધો હતો.

સરકાર દ્વારા શિક્ષકો માટે શિક્ષણ સજ્જતા કસોટી 24 એપ્રિલના રોજ જેતે સીઆરસી કક્ષાએ શિક્ષકોની શિક્ષણ સજ્જતા કસોટી યોજવામાં આવી હતી. જે રાજ્ય સરકારે આ કસોટી બાબતે સ્પષ્ટતા કરી હતી કે આ કસોટીનું પાસ નપાસનું પરીણામ નહીં આવે. તેમજ આ કસોટીનો સેવાકીય લાભોમાં કોઈ નોંધ નહીં લેવાય એવો પરિપત્ર કરેલ હોવા છતાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા શિક્ષકો મરજિયાત લેવાની શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટીમાં કરજણ તાલુકામાંથી માત્ર 485 શિક્ષકોમાંથી માત્ર 138 શિક્ષકોએ શિક્ષણ સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. જ્યારે 350 શિક્ષકો શિક્ષણ સજ્જતા સર્વેક્ષણથી દૂર રહ્યા હતા. આ કસોટી મરજિયાત હોવાથી શિક્ષકોને શિક્ષણ સજ્જતા કસોટીમાં ભાગ લીધો નથી.

અન્ય સમાચારો પણ છે...