ગ્રામસભા:નસવાડીની ગ્રામસભામાં 18 સરકારી કર્મીઓ સામે માત્ર 2 ગ્રામજન હાજર!

નસવાડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના પ્રશ્ન હલ થતા જ ન હોવાના કારણે ગ્રામસભા અધિકારીઓ વચ્ચે જ યોજાય છે
  • ગ્રામસભાની રજૂઆતના ઠરાવ પણ ધ્યાને લેવામાં ન આવતાં હોવાની ચર્ચા

નસવાડી તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત નસવાડી છે. જે ગ્રામ પંચાયતમા છોટાઉદેપુર જિલ્લાના નીતાબેન જોશી સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ અધિકારી હાજર રહ્યા હતા. જે ગ્રામસભાના તેઓ અધ્યક્ષ છે. ગ્રામસભામા ગ્રામજનો દેખાઈ ન પડતા નસવાડી ગ્રામ પંચાયતનો સ્ટાફ, આંગણવાડી બેહનો, શિક્ષિકા બહેનો અને આરોગય સ્ટાફ સાથે ગ્રામ પંચાયતના વોર્ડ સદસ્યો હાજર રહ્યા હતા.

સરકારી કર્મચારીઓ 18 જેટલા હતા. જ્યારે ફક્ત બે ગ્રામજનો ગ્રામસભામા હાજર રહ્યા હતા. ગ્રામસભા શરૂ થયા બાદ ગામની સમસ્યા બાબતે અધિકારીએ પૂછતાં વોર્ડ સદસ્યો ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં ગ્રામ પંચાયતની ગ્રામસભામા ગ્રામજનો કેમ આવતા નથીનું કારણ પણ જિલ્લાના અધિકારી જાણવાનો પ્રયાસ કરતા વોર્ડ સભ્યએ જ ગ્રામસભામાં આવતા ગ્રામજનો જે કામ કહે છે તે થતા નથી. વોર્ડ સભ્યો પણ કામ કહે છે. ઠરાવ થાય તે કામ થતા નથી. સાથે ઓક્ટ્રોયની ગ્રાન્ટ જિલ્લામાંથી ગ્રામ પંચાયતને જલ્દી અપાતી નથીની અનેક રજૂઆત થઈ હતી.

જે બાબતે આવેલ અધિકારી આ પ્રશ્ન જિલ્લા કલેકટર સુધી પોહચાડશેનું જણાવ્યું છે. અને ગ્રામસભાનો જે એજન્ડા હતા તેની પર ચર્ચા કરાઈ હતી. એકંદરે એક સમય એવો આવશે કે એકપણ ગ્રામજન ગ્રામસભામા નય આવેની પણ ચર્ચા થઈ હતી. ત્યારે ગ્રામજનોના પ્રશ્ન હલ થાય તેવી કામગીરી ગ્રામ પંચાયત કરે તે જરૂરી સૂચનો અધિકારીએ કર્યા છે.

કવાંટની ગ્રામસભામાં 14માંથી 3 જ સદસ્યો હાજર રહ્યા
કવાંટ ગ્રામ પંચાયતની ગ્રામ સભા ગણતરીના વ્યક્તિઓની હાજરી સાથે પૂર્ણ થઈ હતી. ગ્રામ પંચાયત સરપંચ તેમજ ગ્રામ સેવક, પંચાયત સ્ટાફ સહિતે જાહેર રસ્તાઓ પર પડેલા કચરાની સફાઈ કરી હતી. સફાઈ અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ અને નગરની સફાઈ માટે યાંત્રિક સાધનોની મર્યાદા માત્ર 5 લાખની જ છે જે વહીવટી તંત્ર દ્વારા યાંત્રિક સાધનો આપવામાં આવે જેનો ઠરાવ કરાયો હતો. ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી જે આશરે 8 કરોડના માતબર રકમના ખર્ચે કરાઇ હતી તે હાલમાં પણ ચાલુ થઈ શકી નથી તેની પણ ચર્ચા કરાઈ હતી. ગ્રામસભામાં જિલ્લા શિક્ષણાધિકારી, ગ્રામ સેવક, કવાંટ સરપંચ, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના 14 સદસ્યોમાંથી માત્ર 3 જ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...