ભાસ્કર વિશેષ:દિવાળીના છેલ્લા દિવસે ગ્રાહકો ખરીદી અર્થે નીકળ્યાં

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડીના બજારમા દિવાળીને લઈ છેલ્લા દિવસે ગ્રાહકો નીકળતા વેપારીમા ખુશી છવાઈ છે. - Divya Bhaskar
નસવાડીના બજારમા દિવાળીને લઈ છેલ્લા દિવસે ગ્રાહકો નીકળતા વેપારીમા ખુશી છવાઈ છે.
  • કપાસની સીઝન મોડી હોવાથી ગામડાના લોકો સૌરાષ્ટ્ર મજૂરી કામ માટે જતા રહ્યા
  • નસવાડી તાલુકાના ગામડામાંથી લોકો કપડાં, બુટ તેમજ અન્ય જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી કરવા નસવાડી આવતા વેપારીઓ ખુશ

છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. દિવાળીનો તહેવાર ભવ્ય રીતે ઉજવાતો હોય છે. પરંતુ ખેતી પ્રધાન તાલુકો હોવાથી અને ખાસ કપાસનો પાક ખેતરમા છે. પણ કપાસ નીકળ્યો નથી. નસવાડીના બજારમાં છેલ્લા કેટલાય દિવસથી દિવાળીને લઈ ગ્રાહકી જોવા મળી ન હતી.

આખરે છેલ્લા દિવસે નસવાડી તાલુકાના ગામડામાંથી લોકો કપડાં, બુટ તેમજ અન્ય જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી કરવા નસવાડી આવ્યા હતા. નસવાડીના બજારમા ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. નસવાડી તાલુકામા આમ તો રોજગારનો અભાવ હોઇ લોકો સૌરાષ્ટ્ર મંજૂરી કામ માટે રવાના થયા છે. પરંતુ દિવાળીના છેલ્લા દિવસે નસવાડીના બજારમા ગ્રાહકી નીકળતા વેપારીઓ ખુશ થયા છે.

અન્ય સમાચારો પણ છે...