શિક્ષણ:કન્યા છાત્રાલય, લિંડા, તણખલા શિક્ષણ સંકુલમાં ઓફલાઈન શિક્ષણ બંધ થયું

નસવાડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓફલાઈન શિક્ષણ બંધ થવાથી નસવાડીની કન્યા છાત્રાલયની કન્યાઓ ઘરે જવા રવાના થઈ હતી. - Divya Bhaskar
ઓફલાઈન શિક્ષણ બંધ થવાથી નસવાડીની કન્યા છાત્રાલયની કન્યાઓ ઘરે જવા રવાના થઈ હતી.
  • હોસ્ટેલમાં રહેતી કન્યાઓને ઘરે જવા રજા અપાઈ
  • હવે વિદ્યાર્થિઓને​​​​​​​ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે

નસવાડી તાલુકામા 212 ગામ છે. જેમાં નસવાડીની કન્યા છાત્રાલય તેમજ લિંડા, તણખલા શિક્ષણ સંકુલમા હજારો આદિવાસી કન્યાઓ શિક્ષણની સુવિધા મેળવવા માટે ત્યાં હોસ્ટેલમાં રહે છે. જેમાં ખાસ કરીને ધોરણ 5, 6, 7, 8ની હજારો કન્યાઓ છે. ત્યારે હાલમા સરકારે કોરોનાની ગાઈડ લાઈન જાહેર કરી તેમાં ધોરણ 1થી 9ની શાળાઓ બંધ કરી છે.

નસવાડી કન્યા છાત્રાલય, લિંડા, તણખલા શિક્ષણ સંકુલની હજારો કન્યાઓને રજા અપાઈ છે. કેટલાય વાલીઓ કન્યાઓને શાળા પર લેવા આવ્યા હતા. જ્યારે કેટલીય કન્યાઓ ઘરે જવા રવાના થઈ હતી. કોરોના વાયરસની ગાઈડ લાઈનને શાળાના બાળકો સુરક્ષિત રહે માટે સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે શાળામાં શિક્ષણ કાર્ય બંધ કરાયું છે. પરંતુ ઓનલાઈન શિક્ષણ આપવાનું જણાવા મળ્યું છે.

નસવાડીની સ્કૂલોમાં પરીક્ષા પણ ઓનલાઈન લેવામાં આવી
નસવાડી તાલુકામાં હાલ કેટલીય શાળાઓમા પરીક્ષા શરૂ થઈ છે. જ્યારે કોરોના વાયરસના કેશ વધતા સરકારે ધો. 1થી 8ની શાળાઓ બંધ કરી છે. ત્યારે નસવાડી ટાઉનમાં આવેલ ઇંગલિશ મિડિયમ સ્કૂલના બાળકોની પરીક્ષા હોવાથી ઓનલાઈન શિક્ષણની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...