તંત્ર સામે રોષ:કુપ્પા જૂથ યોજનાની કામગીરીમાં નવો રોડ તૂટતાં સબંધિત વિભાગને નોટિસ

નસવાડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત માર્ગ મકાને R&B અને બોડેલી પાણી પુરવઠા વિભાગને નોટિસ આપી
  • 6 મહિના પહેલા બનેલા ખોખરા, ડબ્બાના નવા ડામર રોડની દુર્દશા કરી નાખી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આઝાદીના વર્ષો બાદ ખોખરા વાડીયાથી ડબ્બાને જોડતો નવીન રોડ બન્યો હતો. જે ડામર રોડ નવીન બન્યાના છ મહિના થયા છે. દરમિયાન કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાને લગતી કામગીરી ડુંગર વિસ્તારમા ચાલી રહી છે. આ યોજનામાં પાણીના સંપ અને પાણીની લાઈનો નાખવા માટેની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે. જે કામગીરીમાં નવીન ડામર રોડ ઉપરથી હિટાચી મશીન લઈ જવાયું હતું. જે દિવસ આ મશીન લઈ જવાયું ત્યારે ગ્રામજનોએ એજન્સીને જાણ કરવમાં આવેલી છતાંય એજન્સીએ આ રીતે કામગીરી કરતાં નવીન રોડ તૂટી ગયો હતો.

આ બાબતે નસવાડી પંચાયત માર્ગ મકાન દ્વારા બોડેલી ડે ઈંજેનર પાણી પુરવઠા ગટર બોર્ડ વ્યવસ્થાને લેખિતમાં નોટિસ આપી નવીન રોડ તત્કાલ રિપેર કરવા જાણ કરી છે. અને જે તે એજન્સી માર્ગ મકાન વિભાગની કોઈ મંજૂરી વગર રોડ તોડી નાખેલ હોઇ તત્કાલ રિપેરિંગ માટે જાણ કરવામાં આવી છે. જ્યારે હજુ સુધી રોડ રિપેર કરાયો ન હોઇ નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગ બીજી નોટિસ આપી કાર્યવાહી કરવા જણાવ્યું છે. હવે સરકારી ઓફિસ એકબીજાને નોટિસ આપી ખુલાસો લઈ ફક્ત કાર્યવાહી કરવાની વાત કરશે કે કામ પણ કરશે તેવા પ્રશ્નો ગ્રામજનો કરી રહ્યા છે. હાલ તો ગ્રામજનો દુઃખ ભોગવી રહ્યા હોઇ સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...