કામગીરી:મોધલા અનુસૂચિત જાતિ બેઠકનું જાહેરનામું પ્રસિદ્ધ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસો પહેલાં મોધલા બેઠકના તાલુકા પંચાયત સભ્યનું માર્ગ અકસ્માતમાં મુત્યુ થયું

નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠકો છે. જેમાં કોંગ્રેસની 9 અને ભાજપની 13 બેઠકો છે. જેમાં નસવાડી તાલુકા પંચાયતની 12 મોધલા બેઠક પર કોંગ્રેસ પક્ષ હેઠળ વિજેતા બનેલ કનુભાઈ વણકર થોડા દિવસો પહેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ હોય અને તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ હજુ વર્ષ પૂર્ણ થયું ન હતું જેને લઈ મોધલા બેઠકની ચૂંટણીને લઈ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જેમાં તારીખ 13 નવેમ્બર 2021થી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે. જ્યારે ઉમેદવારી પત્રો ચકાસણી તારીખ 15 નવેમ્બર 2021 અને ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 16 નવેમ્બર 2021.

જ્યારે મતદાનની તારીખ 28 નવેમ્બર 2021 રવિવાર અને મત ગણતરી તારીખ 30 નવેમ્બર 2021 છે. જ્યારે ચૂંટણી પક્રિયા પૂર્ણ થવાની તારીખ 04 ડિસેમ્બર 2021 છે. આમ નસવાડી તાલુકા પંચાયતની મોધલાની અનુસૂચિત જાતિ બેઠક માટેની ચૂંટણીનું જાહેરનામુ મામલતદાર કચેરી પ્રસિદ્ધ કરાયું છે. આમ તો નસવાડી તાલુકા પંચાયતમાં ભાજપની બોડી સત્તા પર છે. ત્યારે મોધલા બેઠક પર ચૂંટણી યોજાય તે પહેલા ભાજપ-કોંગ્રેસ સાથે બેસી કોઈ સારો ઉમેદવાર નક્કી કરે તો ચૂંટણી બિનહરીફ થાય તેમ છે. સરકારી તંત્ર પણ આ બેઠક બિનહરીફ થાય તેવા પ્રયાસ કરે તો આખો ચૂંટણીનો ખર્ચ બચી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...