તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન પૂર્ણ કરવાના પ્રયાસો:હરખોડમાં એક પણ વ્યકિત વેક્સિનેશન માટે ન આવી

નસવાડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યની ટીમ હરખોડ ગામે બેસી રહી તેમ છતાં સાંજ સુધી કોઇ પ્રતિસાદ ના મળ્યો
  • તંત્ર ત્રીજી લહેર આવે તે પહેલાં વેક્સિનની 100 ટકા કામગીરી પૂર્ણ કરવાના પ્રયાસોમાં

નસવાડી તાલુકાના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગઢબોરીયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમ બે અને તણખલા, આમરોલી, ખરેડા, ધારસિમેલ, પલાસણી, સેંગપુર, દુગધા આમ 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા નોડલ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જે અધિકારીઓ ગામડામાં જઈ કોરોના વેક્સિનને લગતી કામગીરી 100 ટકા કરાવશે અને કોરોના વેક્સિન બાબતે ગ્રામજનોને સમજ આપશે તે રીતે કામગીરી કરવા માટે અધિકારીઓ મુક્યા છે.

ત્યારે નસવાડી તાલુકામાં દરરોજ રસીકરણની કામગીરી ચાલી રહી છે. તેવામાં હરખોડ ગામે આરોગ્યની ટીમ પહોંચ્યાં બાદ આખો દિવસ ટીમ ત્યાં હોવા છતાંય એકપણ વ્યક્તિએ કોરોના રસી લીધી ન હતી. જેને લઈ તંત્રથી લઈ સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવી સુધી આ વાત પહોંચતા ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયા મારફતે વેક્સિનને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એક પત્ર દ્વારા તેઓએ વેક્સિન સુરક્ષિત છે અને વેક્સિન લેવા ગ્રામજનોને આગળ આવવા અપીલ કરવામાં આવી છે.

વેક્સિન લેવા શહેરોમાં લાઈનો પડે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેકટર, ડીડીઓ સાથે આરોગ્ય અધિકારીઓ કોરોના વાઈરસની ત્રીજી લહેર આવે પહેલા વેક્સિનની 100 ટકા કામગીરી પૂર્ણ થાય તેવા સહિયારા પ્રયાસોમાં લાગ્યા છે. તો બધા વેક્સિન લે તેવી ધારાસભ્ય દ્વારા અપીલ કરવામાં આવી છે.

ડું ભીલ ભાષામાં ડુંગર વિસ્તારના ગ્રામજનોને રસી લેવા વીડિયોના માધ્યમથી અપીલ કરી
હરખોડ ગામે એકપણ વ્યક્તિએ વેક્સિન આરોગ્યની ટીમ પહોંચી ત્યારે લીધી ન હતી. જેને લઈ ડુંગર વિસ્તારમાં ગ્રામજનોમાં જાગૃતિનો અભાવ હોય. તલાવ ગામના જગદીશભાઈ ડું ભીલ પોતાની ડું ભીલ ભાષામાં 2.5 મિનિટનો વીડિયો કોરોના વેક્સિન તેમના ડુંગર વિસ્તારના ગ્રામજનો લે માટે અપીલ કરી છે. વેક્સિનને લગતી શહેર અને ગામડા બાબતની પરિસ્થિતિ સાથે વેક્સિનથી શું ફાયદો છે તે બાબતે સમજ આપી છે.

અન્ય સમાચારો પણ છે...