શિક્ષણ:નસવાડીની કન્યા શાળામાં એકપણ બાળક ન આવ્યું, કુમાર શાળામાં ફક્ત ચાર બાળકો જ આવ્યા

નસવાડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડીની કન્યા શાળાના આચાર્યે વાલી-બાળકોને શાળા શરૂ થયાની જાણ કરવી પડી. - Divya Bhaskar
નસવાડીની કન્યા શાળાના આચાર્યે વાલી-બાળકોને શાળા શરૂ થયાની જાણ કરવી પડી.
  • શિક્ષકોએ વાલીઓનો સંપર્ક કરી સંમતિ પત્ર બાબતે ચર્ચા કરી

નસવાડી તાલુકાની મુખ્ય કન્યા શાળામા 200થી વધુ કન્યાઓ અભ્યાસ કરવા આવે છે. જેમાં ધોરણ 1થી 8મા એક પણ કન્યા શાળા શરૂ થઈ તો આવી ન હતી. જેને લઈ કન્યા શાળાના આચાર્ય બહેન જાતે વાલીઓ અને બાળકોને શાળા શરૂ થઈ હોવાની જાણ કરવા પગપાળા નીકળ્યા હતા. જ્યારે નસવાડી તાલુકાની મુખ્ય કુમારશાળા ધોરણ 1 થી 8ની છે. 300થી વધુ બાળકો અભ્યાસ માટે આવે છે. જેમાં ધોરણ 1થી 5મા ફક્ત 2 બાળકો અને ધોરણ 6થી 8મા ફક્ત 2 બાળકો આમ કુલ 4 બાળકો આવ્યા હતા. જ્યારે શિક્ષકો પણ વાલીઓને સંપર્ક કરી બાળકોને શાળામા મોકલવા સંમતિ પત્ર બાબતે ચર્ચા કરી હતી.

કોરોના કાળમા શિક્ષકોની હાજરી પણ શાળામા નહિવત હતી. જ્યારે હવે કોરોના કાળ બાદ શાળા શરૂ થઈ છે. તો પહેલા દિવસે નસવાડી તાલુકાની અનેક શાળામા શિક્ષકો પોહચ્યાં ન હતા. કોઈ શિક્ષકો રજા પર તેમજ લગ્ન પ્રસંગમા હોવાથી આવ્યા ન હતા. ઓનલાઈન હાજરી શિક્ષકોએ બપોરના બે કલાક સુધી ભરવાની હોય છે. તે ભરી ન હતી. ઓનલાઈન સર્વર ડાઉન હોવાથી પહેલા દિવસે કેટલા શિક્ષકો, બાળકો શાળામાં આવ્યાની સંખ્યા જાણી શકાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...