તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાનની શક્યતા:નસવાડીમાં માવઠું થતાં જીનમાં પડેલા કપાસને ઢાંકવા દોડધામ, તણખલા અને આજુબાજુના ગામડામાં કમોસમી વરસાદ

નસવાડી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
નસવાડીમા માવઠાને લઈ વરસાદ થતાં જીનમાં કપસીયાને ઢાકવામાં આવ્યા હતા. - Divya Bhaskar
નસવાડીમા માવઠાને લઈ વરસાદ થતાં જીનમાં કપસીયાને ઢાકવામાં આવ્યા હતા.
 • હજુ પણ માવઠાની અસર હોવાને પગલે ખેડૂતો ચિંતિત બન્યા

નસવાડી તાલુકાના વાતાવરણમા ભર બપોરના અચાનક પલટો આવ્યો હતો. સવારથી વાદળ છવાયું વાતાવરણ રહ્યું હોય અને બપોરના અચાનક કમોસમી વરસાદ શરૂ થયો હતો. નસવાડી, તણખલા, અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

વરસાદ સાથે વાતાવરણ બદલાઈ ગયું હતું. ખાસતો તણખલા ગામમા વરસાદ વધુ પડ્યો હતો. અચાનક આવેલ કમોસમી વરસાદ સાથે માવઠાને લઈ ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. હાલ ખેતરોમા ઘઉં, કપાસ, અને તલ જેવા પાકો હોય વરસાદથી નુકશાન થવાની શકયતા જણાવી રહ્યા છે. જ્યારે નસવાડી સીસીઆઈ કપાસ ખરીદ કેન્દ્ર પર કપાસ, કપસીયા, રૂાની ઘાસડીઓને ઢાંકવા માટે જીનના કર્મચારીઓ દોડધામ કરી હતી. વરસાદ આવતા જ મોટી તાડપત્રીથી કપસીયાને ઢાકી દેવાયા હતા.

અચાનક આવેલ વરસાદથી જીન માલીક પણ ચિંતિત બન્યા હતા. કારણ કે જીનમા કપાસનું પિલાણ થતું હોય પરંતુ ભેજવાળું વાતાવરણ અને વરસાદ કપાસને લાગે તો તેને કેટલાય દિવસ સુકાવવું પડે છે. હાલ થોડો કમોસમી વરસાદ પડ્યો. પરતું વાતાવરણમા બેવડી ઋતુની અસર વર્તાય છે. સાથે હજુ વાતાવરણમાં માવઠાની અસર જોવા મળશેની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો