છ માસથી ગ્રામ પંચાયતો સરપંચો વગર:નસવાડી તાલુકામાં ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થયાના 6 માસ બાદ પણ ચૂંટણી નહીં

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 49 ગ્રા.પં.ની ચૂંટણી મે માસમાં યોજાઈ જવી જોઈએ
  • હાલ ગ્રા,પં.માં વહીવટદારની નિમણૂક કરાઇ છે

છોટાઉદેપુર જિલ્લાની 49 ગ્રામ પંચાયતની ચૂંટણી આમ તો મે માસમાં યોજાઈ જવી જોઈતી હતી. પરંતુ રાજ્યના ચૂંટણી આયોગ ગ્રામ પંચાયતની ચૂંટણી મુદત પૂર્ણ થયે પણ યોજી ન શક્યું અને આખરે ગ્રામ પંચાયતમાં વહીવટદારની નિમણૂક કરાઈ છે. હાલ ગ્રામ પંચાયતો સરપંચો વગરની છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાથી લઈ 49 ગ્રામ પંચાયતમાં હાલ સરપંચો વગર વહીવટ ચાલી રહ્યા છે. ખાસ તો સરપંચો વગર ગામડાના કામ થતા ન હોય અને અવાર નવાર લોકો પ્રશ્નો ઉઠાવતા હોય છે. પરંતુ છેલ્લા છ માસથી ગ્રામ પંચાયતો સરપંચો વગરની છે. ત્યારે જાણે કોઈ લોક પ્રશ્નો નથી તેમ વહીવટ ચાલી રહ્યા છે. નસવાડી તાલુકા ની 14 ગ્રામ પંચાયતોમાં હાલ વહીવટદાર કામગીરી કરી રહ્યા છે.

નસવાડી તાલુકાની નસવાડી ટાઉનની સૌથી મોટી ગ્રામ પંચાયત નસવાડી જૂથ ગ્રામ પંચાયત છે. મોટા વિસ્તાર છે. અને છ માસથી સરપંચ વગરની ગ્રામ પંચાયત હોવા છતાંય સિંગલ ફરિયાદ નસવાડી તાલુકા પંચાયતમાં પહોંચી નથી. હાલ જ્યારે વિધાનસભા ની ચૂંટણી સમયસર યોજાઈ રહી છે. ત્યારે નસવાડી તાલુકાના સરપંચો સમયસર ચૂંટણી આયોગ ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થાય પહેલાં ચૂંટણીલક્ષી કાર્યવાહી કરી હોત તો આજે ગ્રામ પંચાયતોમાં સરપંચો વહીવટ કરી રહ્યા હોત. હાલ ગ્રામ પંચાયતો સરપંચો વગરની હોઇ લોકોના મનમાંથી ગામનો પેહલો નાગરિક સરપંચ ભૂંસાઈ રહ્યો હોય તેમ લોકો જણાવી રહ્યા છે.

સમયસર ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ જવી જોઈતી હતી
સરપંચોની ચૂંટણી સમયસર ન યોજાઈ જેને લઈ હમણાં ગામડાઓમાં સરપંચોની છાપ જાણે ભૂંસાતી હોય તેમ લાગે છે. વિધાનસભાની ચૂંટણી પણ સમયસર થાય તો સરપંચોની પણ સમયસર ચૂંટણી થવી જોઈએ. હાલ સરપંચો સત્તા પર નથી જેને કારણે મુશ્કેલી પડે છે. > નાનુભાઈ ભીલ, સરપંચ, ગ્રામ પંચાયત, છકતરઉંમરવા

અન્ય સમાચારો પણ છે...