અધિકારીઓ ગેરહાજર:નસવાડીના ડણી ગામે રાત્રીસભા

નસવાડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભામાં તાલુકાના 23માંથી 5 વિભાગના અધિકારીઓ ગેરહાજર

રાજ્ય સરકાર દ્વારા લોકોના પ્રશ્ન ઘર આંગણે જઈ હલ કરવા આદેશ કર્યો હોઇ તેને લઈ છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા ગામડાઓમાં રાત્રીસભા યોજવાનું સૂચન કરાયું છે. જેના ભાગરૂપે નસવાડી તાલુકામાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નસવાડી મામલતદાર આર પી બારીયા દ્વારા ડણી ગામે આ રાત્રી સભાનું આયોજન કરાયું હતું. આ રાત્રી સભામાં હાજર રહેવા તાલુકા સંકલનના 23 વિભાગના અધિકારીઓને મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ડણી ગામે રાત્રી સભા શરૂ થયેલ જેમાં 23 વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યારે પાંચ વિભાગના અધિકારીઓ ગેરહાજર રહ્યા હતા. નસવાડી મામલતદાર દ્વારા જે તે વિભાગના ગેરહાજર રહેલ અધિકારીઓને રાત્રી સભામાં હાજર રહેવા મૌખિક સૂચના આપેલ છે.

કેટલાય તાલુકાના અધિકારીઓ તેમની કચેરીના કર્મચારીઓને મોકલી આપે છે. અને સાહેબ જિલ્લામાં મીટિંગમાં ગયા છે અથવા તો આ કામથી નથી આવ્યા કહી કર્મચારી પોતાના અધિકારીઓનો બચાવ કરે છે. રાત્રી સભાનું જે તે ગામને લઈ આગવું આયોજન કરાય છે. છતાંય અધિકારીઓ ગેરહાજર રહેતા હોઇ હવેથી મામલતદારે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...